Gujarati News

Gujarati News

News of Tuesday, 5th April 2022

હરણના શિંગડામાંથી નિકળેલા લોહીથી સ્‍નાન કરે છે પુતિન

હરણના શિંગડાનું લોહી કાર્ડિયોવેસ્‍કુલર સિસ્‍ટમ અને સ્‍કિનને ફરીથી જીવિત કરે છે

મોસ્‍કો તા. ૫ : રશિયા અને યુક્રેન વચ્‍ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ વચ્‍ચે બંને દેશના નેતાઓએ પણ ખુબ લોકપ્રિયતા હાસિલ કરી છે. તેવામાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્‍સ્‍કી હોય કે રશિયાના રાષ્ટ્રપતિ વ્‍લાદિમીર પુતિન, બંને નેતાઓ વિશે અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે. તમે જાણીને ચોંકી જશો કે રાષ્ટ્રપતિ પુતિન હરણના લોહીથી સ્‍નાન કરે છે.

રશિયાના રાષ્ટ્રપતિ જે ઘણા લોકો માટે કઠોર હૃદયના કદ્દાવર નેતા છે, તેમની સ્‍નાન કરવાની રીત પણ અનોખી છે. રાષ્ટ્રપતિ પુતિન હરણના શિંગડામાંથી નિકળતા લોહીથી સ્‍નાન કરે છે. એક રિપોર્ટ પ્રમાણે પુતિન કેન્‍સર નિષ્‍ણાંતની સાથે ઘણીવાર યાત્રાઓ કરી ચુક્‍યા છે.

ધ ઈન્‍ડિપેન્‍ડેટ પ્રમાણે એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્‍યો કે પુતિન હરણના શિંગડામાંથી નિકળતા અર્કથી સ્‍નાન કરે છે. તેવું કહેવામાં આવે છે કે આ રીતે પુતિનની શારીરિક શક્‍તિ વધે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું કે તે દરેક જગ્‍યાએ પોતાની સાથે એક કેન્‍સર નિષ્‍ણાંતને લઈને જાય છે.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે પુતિન પોતાના સ્‍વાસ્‍થ્‍યને લઈને વધુ એલર્ટ રહે છે. આ રિપોર્ટ પ્રમાણે પુતિન મોસ્‍કોની સેન્‍ટ્રલ ક્‍લિનિકલ હોસ્‍પિટલના ડોક્‍ટરોની સાથે યાત્રાઓ કરે છે. ડોક્‍ટરની ટીમમાં કેન્‍સર નિષ્‍ણાંત એવગેની સેલિવાનોવ પણ સામેલ છે. મહત્‍વનું છે કે સેલિવાનોવે ૩૫ વખત પુતિનની સાથે વિમાન યાત્રા કરી છે.

રિપોર્ટમાં એક સૂત્રના હવાલાથી જણાવવામાં આવ્‍યું કે પુતિન સ્‍વાસ્‍થ્‍યને લઈને સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિના હરણના શિંગડાના લોહીનો ઉપયોગ કરવાથી એન્‍ટલર બાથ રશિયામાં પણ ફેમસ થઈ ગયું. તેમ માનવામાં આવે છે કે હરણના શિંગડાનું લોહી કાર્ડિયોવેસ્‍કુલર સિસ્‍ટમ અને સ્‍કિનને ફરીથી જીવિત કરે છે. રાષ્ટ્રપતિ બાદ રશિયામાં આવા ઘણા દિગ્‍ગજ છે જે આ રીતે સ્‍નાન કરે છે.

(1:24 pm IST)