Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

અમેઠી: કોંગ્રેસ સોશિયલ મીડિયાના રાજ્ય સંયોજક વિકાસ અગ્રહરી સવારે ભાજપમાં જોડાયા : સાંજે કોંગ્રેસમાં વાપસી

- વિકાસ અગ્રહરીએ કહ્યું કે તેઓ અમેઠીના સાંસદને માત્ર સૌજન્ય તરીકે મળવા ગયા હતા

અમેઠી : કોંગ્રેસના સોશિયલ મીડિયા સંયોજક વિકાસ અગ્રહરી સવારે ભાજપમાં જોડાયા હતા. આ તસવીરો વાયરલ થયા બાદ તેઓ ફરી કોંગ્રેસમાં પરત ફર્યા છે. રાજકારણનો ખેલ શરૂ થયો છે. ગુરુવારે એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. સવારે ભાજપે દાવો કર્યો કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઝુબિન ઈરાનીની હાજરીમાં કોંગ્રેસના સોશિયલ મીડિયાના રાજ્ય સહ-સંયોજક વિકાસ અગ્રહરી ગુરુવારે ભાજપમાં જોડાયા છે.

   આ સમાચાર રાજકીય વર્તુળોમાં ઝડપથી ફેલાઈ ગયા. જો કે, સાંજે કોંગ્રેસ ભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે, વિકાસ અગ્રહરીએ કહ્યું કે તેઓ અમેઠીના સાંસદને માત્ર સૌજન્ય તરીકે મળવા ગયા હતા, અને તેમણે ભાજપમાં જોડાવાની વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે તેઓ સંપૂર્ણપણે કોંગ્રેસ સાથે છે.

   
(11:35 pm IST)