Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ઈન્ફોસિસનો વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો 30 ટકા વધી રૂપિયા 7,969 કરોડ થયો: શેરદીઠ કુલ રૂપિયા 28 ડિવિડન્ડ જાહેરાત

કંપનીની આવક વાર્ષિક ધોરણે 1.3 ટકા વધીને રૂપિયા 37,923 કરોડ થઈ

મુંબઈ :ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતની દિગ્ગજ કંપની ઈન્ફોસિસનો નાણાકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો રૂપિયા રૂપિયા 6,134 કરોડથી 30 ટકા વધીને રૂપિયા 7,969 કરોડ થયો છે. સમિક્ષા હેઠળની અવધિ કંપનીની આવક વાર્ષિક ધોરણે 1.3 ટકા વધીને રૂપિયા 37,923 કરોડ થઈ છે.

આ સાથે કંપનીએ કહ્યું છે કે તેની કોન્સ્ટન્ટ કરન્સી (CC) વાર્ષિક ધોરણે સ્થિર રહી છે અને ત્રિમાસિક ધોરણે 2.2 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે.
કંપનીનનું સંચાલકીય માર્જીન 20.1 ટકા રહ્યું છે, વાર્ષિક ધોરણે 0.9 ટકા અને ત્રિમાસિક ધોરણે 0.4 ટકા ઘટાડો દર્શાવે છે.


કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2024 માટે ઈક્વિટી શેરદીઠ રૂપિયા 20 ફાયનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ ઉપરાંત કંપનીએ શેરદીઠ રૂપિયા 8 સ્પેશિયલ ડિવિડન્ડની જાહેરાત કરી છે.

ઈન્ફોસિસના CEO અને MD સલિલ પારેખે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024માં અમે અત્યાર સુધીની સૌથી મોટા કદનું વેલ્યુ ધરાવતી ડીલ રજૂ કરી છે. તે અમારા મજબૂત ગ્રાહક વિશ્વાસને પ્રતિત કરે છે.અમે જનરેટીવ AIમાં અમારી ક્ષમતાથી વિસ્તરણની કામગીરીને જાળવી રાખશું. અમે ક્લાયન્ટ પ્રોગ્રામ્સ પર કામ કરી રહ્યા છીએ, સોફ્ટવેર એન્જીનિયરિંગમાં અસર નું સર્જન કરવા સાથે લાર્જ લેંગ્વેજને ટેકો આપશે, પ્રોસેને મહત્તમ કરશે અને ગ્રાહકોને ભરપૂર ટેકો મળી રહેશે.

નાણાકીય વર્ષ 2025 માટે કોન્સન્ટ કરન્સીમાં ઈન્ફોસિસે તેની રેવેન્યૂ ગ્રોથ 1-3 ટકા રહેવાની શક્યતા દર્શાવી છે, જ્યારે ઓપરેટીંગ માર્જીન 20-22 ટકાની અપેક્ષા રજૂ કરી છે.

 

(10:13 pm IST)