Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ઈરાને કબજે લીધેલ ઇઝરાયેલી જહાજ ઉપર રહેલ ભારતીય મહિલા કર્મચારીને મુક્ત કરવામાં આવી, કોચીન આવી પહોંચી: બાકીના ૧૬ કર્મચારીઓને મુક્ત કરાવવા તહેરાન સાથે ભારત સતત સંપર્કમાં

ઈરાનમાં પકડાયેલા MSC Aries નામના કાર્ગો શિપ પર કામ કરતી કેરળની એન ટેસા જોસેફ ભારત પરત ફરી છે અને કોચીન ખાતે આવી પહોંચેલ છે.
 
ઈરાની નૌકાદળે ૧૩ એપ્રિલે ભારત આવી રહેલ, ઇઝરાયેલી બિઝનેસમેનની માલિકીનું ૨૫ કર્મચારી સાથેનું કાર્ગો જહાજ જપ્ત કર્યું હતું, જેમાં ૧૭ ભારતીય નાગરિકો છે. 
 
ભારત સરકારની વાટાઘાટ પછી ઈરાને જહાજ પર હાજર ભારતીયોને તેમના પરિવાર સાથે વાત કરવાની મંજૂરી આપી હતી.
 
શીપ ઉપર રહેલા બાકીના ૧૬ ભારતીય કર્મચારીઓને પરત લાવવા માટે તહેરાન ખાતેનું ભારતીય મિશન સતત ઈરાનીયન અધિકારીઓના સંપર્કમાં છે.

 

(5:36 pm IST)