Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

EVM મોકડ્રીલમાં બટન દબાવતા જ ભાજપને વોટ

સુપ્રિમ કોર્ટમાં સનસનીખેજ દાવો થતાં ચૂંટણી પંચને તપાસના આદેશો આપ્યા : લોકસભાની ચૂંટણી પહેલા વોટિંગ મશીન સાથે છેડછાડને લઇને મામલો પહોંચ્યો સુપ્રિમ કોર્ટના દ્વારે : કેરળનો છે કેસ : મોકડ્રીલ દરમિયાન ભાજપને વધારાનો વોટ મળ્યાનો દાવો

નવી દિલ્હી તા. ૧૮ : લોકસભાની ચૂંટણીથી લઈને વિધાનસભાની ચૂંટણી સુધી વોટિંગ મશીન સાથે ચેડાંનો મુદ્દો વારંવાર ઉઠતો રહ્યો છે. વિપક્ષ વોટિંગ મશીનો સાથે ચેડાનો આરોપ લગાવી રહ્યો છે. તે જ સમયે, સરકાર તેમજ ચૂંટણી પંચ વોટિંગ મશીનો સાથે ચેડા થવાની સંભાવનાને સ્પષ્ટપણે નકારી રહ્યું છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કેરળમાં ઈવીએમની મોકડ્રીલ દરમિયાન ભાજપને વધારાના મત મળ્યા હોવાના આરોપની તપાસ કરવા જણાવ્યું છે. EVM અને VVPAT સ્લિપના મેચિંગ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેંચ સમક્ષ આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેંચે મૌખિક આદેશમાં ચૂંટણી પંચને આ મામલે મળેલા રિપોર્ટની તપાસ કરવા જણાવ્યું હતું.

સુનાવણી દરમિયાન, અરજદાર એડીઆર તરફથી હાજર રહેલા પ્રશાંત ભૂષણે કહ્યું કે એક મીડિયા હાઉસે ઓનલાઈન અહેવાલ આપ્યો છે કે ઈવીએમની મોકડ્રીલ દરમિયાન ફરિયાદો નોંધવામાં આવી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેરળના કાસરગોડ વિસ્તારમાં EVMનો મોક ડ્રિલ દરમિયાન ચાર EVMમાં BJPના વધારાના વોટ પડ્યા હતા. આ અંગે યુડીએફ (યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ) અને એલડીએફ (લેફટ ડેમોક્રેટિક ફ્રન્ટ)એ જિલ્લા કલેકટરને ફરિયાદ કરી છે કે ચાર ઈવીએમમાં   મોકડ્રીલ દરમિયાન વધારાના વોટ ભાજપને ગયા છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્નાએ ચૂંટણી પંચના વકીલ મનિન્દર સિંહને આ કેસમાં લાગેલા આરોપોની તપાસ કરવા કહ્યું છે. EVM અને VVPAT સ્લિપના ૧૦૦% મેચિંગ અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને તે દરમિયાન અરજદાર ADR વતી હાજર રહેલા પ્રશાંત ભૂષણે આ મુદ્દો ઉઠાવ્યો હતો જેના પર સુપ્રીમ કોર્ટે ઉપરોકત મૌખિક આદેશ આપ્યો છે.

(3:08 pm IST)