Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

હોય નહીં ! પેટ્રોલ-ડિઝલ હજુ સસ્તું થશે

ફોટોઃ પેટ્રોલ-ડિઝલ

પેટ્રોલ-ડિઝલની કિંમતમાં છેલ્લા ૧૦ દિવસથી ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આ દરમિયાન પેટ્રોલની કિંમતમાં ૧.૧પ રૂપિયાનો ઘટાડો થઇ ગયો છે અને હજુ પણ ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડાના કારણે પેટ્રોલ-ડિઝલના ભાવો ઘટશે તેવા સારા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.

ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થવાને કારણે છેલ્લા 10 દિવસથી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં દેશના ચાર મહાનગર દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 7 વખત ઘટાડો નોંધાયો છે.

ખુશ થવાનું કારણ પણ છે કે 7 ફેબ્રુઆરીથી અત્યાર સુધી ડિઝલની કિંમતમાં 1.46 રૂપિયા પ્રતિ લીટર ઘટાડો થયો છે. શનિવારે દિલ્હીમાં એક લીટર ડિઝલની કિંમત 62.76 રૂપિયા નોંધવામાં આવી હતી.

પેટ્રોલની જો વાત કરવામાં આવે, તો તેની કિંમતમાં પણ ઘટાડો થયો છે. જોકે ડિઝલની સરખામણીએ ઘણો ઓછો છે. 7 ફેબ્રુઆરીથી અત્યાર સુધી પેટ્રોલની કિંમતમાં 1.15 રૂપિયાનો ઘટાડો થયો છે. શનિવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત રૂ. 72.23 નોંધવામાં આવી હતી.

ગત મહિને ક્રૂડ ઑઇલનો ભાવ 71 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો. 7 ફેબ્રુઆરીથી અત્યાર સુધી ડિઝલની કિંમતમાં 1.2 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થયો છે. શુક્રવારે તેની કિંત 64.33 ડૉલર પ્રતિ બેરલ હતી.

કારણે પેટ્રોલમાં GSTની માંગઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત થઈ રહેલા વધારાને કારણે સતત એવી માગણી કરવામાં આવી રહી છે કે પેટ્રોલ અને ડીઝલને પણ જીએસટીની અંદર લાવવામાં આવે. જોકે, માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત થઈ રહેલા વધારાને કારણે સતત એવી માગણી કરવામાં આવી રહી છે કે પેટ્રોલ અને ડિઝલને પણ GSTની અંદર લાવવામાં આવે. જોકે, માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

નાણા મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલને જીએસટીની અંદર લાવવા માટે તમામ રાજ્યો તૈયાર નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં આ માટે તમામ રાજ્ય તૈયાર થઈ જશે અને પેટ્રોલ-ડીઝલને પણ GSTની અંદર લાવી શકાશે.

(5:37 pm IST)