Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

મણીશંકર ઐયર વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ દાખલઃ પાકિસ્‍તાન પ્રત્યે પ્રેમ વ્‍યક્ત કરી ભારતની બદનામી કરવાનો આરોપ લગાવાયો

કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મણીશંકર ઐયર વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ રાજસ્‍થાનના કોટા શહેરમાં દાખલ કરાયો છે. પાકિસ્‍તાન પ્રત્‍યે પ્રેમ વ્‍યક્ત કરીને ભારતની બદનામી કરવાનો આરોપ લગાવીને આ કેસ કરવામાં આવ્યો છે.

આ અંગેની મળતી વિગતો મુજબ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા ભૂતપૂર્વ સાંસદ મણિશંકર અય્યર વિરુદ્ધ રાજસ્થાનના કોટામાં દેશદ્રોહનો કેસ દાખલ થયો છે. મામલે 20મી ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે. ભાજપના કોટા જિલ્લાના ઓબીસી વિંગના પ્રમુખ અશોક ચૌધરીએ કલમ-124(), 500 અને 504 હેઠળ મણિશંકર વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. અશોક ચૌધરીએ કહ્યુ છે કે નવમા કરાચી સાહિત્ય સંમેલનમાં મણિસંકર અય્યરે પાકિસ્તાન પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા અને ભારતની બદનામી કરવાના આરોપ હેઠલ કેસ દાખલ કર્યો છે. ભાજપના નેતા અશોક ચૌધરીએ પોતાની અરજીમાં જણાવ્યુ છે કે મણિશંકર અયરના નિવેદનમાં પાકિસ્તાનની તરફદારી દેખાઈ રહી છે.. જેના કારણે તેમની દેશભક્તિ અને દેશ માટેની તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

(5:36 pm IST)