Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

પંજાબ નેશનલ બેંકના ૧૧ હજાર ૪૦૦ કરોડ રૂપિયાના ગોટાળામાં

અલહાબાદ બેંકના ૨૦૦૦ કરોડ અને SBIના ૧૩૬૦ કરોડ ફસાયા

નવી દિલ્હી તા. ૧૭ : પંજાબ નેશનલ બેંકના ૧૧ હજાર ૪૦૦ રૂપિયાના ગોટાળામાં અલાહાબાદ બેંકના આશરે ૨ હજાર કરોડ રૂપિયા ફસાયેલા છે. આના સિવાય સ્ટેટ બેંકે પણ ૧૩ હજાર ૩૬૦ કરોડ રૂપિયાનું ઉધાર આપ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અલાહાબાદ બેંકે ૨ હજાર કરોડ રૂપીયા આપ્યા હોવાની વાત સામે આવી છે. જાહેર કરવામાં આવેલા ડોકયુમેન્ટના આધારે અન્ય બેંકોની વિદેશમાં આવેલી બ્રાંચોએ નીરવ મોદીની કંપનીઓને ઉધાર આપ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ પૈસા અલાહાબાદ બેંકની હોંગકોંગ બ્રાંચથઈ પીએનબીના નોસ્ટ્રો ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બેંકે આ પૈસાની વસૂલી માટે પહેલા જ દાવો કર્યો હતો.

પીએનબી દ્વારા જાહેર કરવામાં આવેલા પુરાવાઓના આધાર પર એસબીઆઈએ ૨૧.૨ કરોડ ડોલરનું ઉધાર આપ્યું છે. જો કે સાર્વજનિક ક્ષેત્રની આ બેંકે સીધું જ નીરવ મોદીને કોઈ ઉધાર આપ્યું નથી. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું હતું કે અમે નીરવ મોદીને સીધું જ કોઈ ઉધાર આપ્યું નથી પરંતુ પીએનબીને આપ્યું છે.(૨૧.૩૧)

(3:36 pm IST)