Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ મામલે સુનાવણી ટળી :સુપ્રીમકોર્ટે કહ્યું દિલ્હી પ્રવેશ એ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન:પોલીસ નિર્ણય કરે

દિલ્હી પોલીસ જ નક્કી કરશે કે, ટ્રેક્ટર રેલીને પ્રવેશ આપવો કે ના આપવો?

નવી દિલ્હી : દિલ્હીની બોર્ડરો પર કૃષિ કાયદાના વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન યથાવત છે. આજે ખેડૂતોની ટ્રેક્ટર રેલીને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. દિલ્હી પોલીસે ટ્રેક્ટર માર્ચને લઈને એક અરજી સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરી હતી. હાલ સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી ટાળી દીધી છે.

  રિપબ્લિક ડેના દિવસે ટ્રેક્ટર રેલીને લઈને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેનું કહેવું છે કે, ટ્રેક્ટર રેલીને દિલ્હીની સીમાઓમાં પ્રવેશ આપવો કે ના આપવો? આ બાબમે દિલ્હી પોલીસને આખરી નિર્ણય લેવાનો છે. ટ્રેક્ટર રેલીનો દિલ્હીમાં પ્રવેશ એ કાનૂન-વ્યવસ્થાનો મામલો છે. આથી દિલ્હી પોલીસ જ નક્કી કરશે કે, ટ્રેક્ટર રેલીને પ્રવેશ આપવો કે ના આપવો?

આ સાથે જ CJIએ આ મામલે સુનાવણી ટાળી દીધી છે. હવે બુધવારે આ મામલે આગામી સુનાવણી થશે. જણાવી દઈએ કે, ટ્રેક્ટર રેલીને લઈને સુપ્રીમ કોર્ટે ખેડૂત સંગઠનોને નોટિસ મોકલી હતી. જેમાં ટ્રેક્ટર રેલીને લઈને વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું

(1:23 pm IST)