Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

લડાખમાં માઈનસ ૩૦ ડીગ્રી તાપમાન નોંધાયુ

દિલ્હીથી પંજાબ સુધી કાતિલ ઠંડી અને ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું

નવી દિલ્હી, તા. ૧૮ :. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે. શીતલહર અને ધુમ્મસનુ સામ્રાજ્ય છવાયુ છે. પહાડોથી આવી રહેલી બર્ફીલી હવાઓને કારણે દિલ્હી, પંજાબ, હરીયાણા અને યુપીમાં લોકો ઠુંઠવાય રહ્યા છે. લડાખમાં પારો માઈનસ ૩૦ ડીગ્રી થઈ ગયો છે. જેના કારણે ચીનના સૈનિકો જીવ બચાવી ભાગી ગયા છે, જ્યારે ભારતીય જવાનો તૈનાત છે.

શ્રીનગરમાં તાપમાન માઈનસ ૭.૬ ડીગ્રી થઈ ગયુ છે. કાશ્મીરના બાકીના ભાગોમાં પણ જોરદાર ઠંડી પડી રહી છે. ઉત્તરાખંડના ઓલીમાં તાપમાન ૩ ડીગ્રી આસપાસ છે.

બિહારના પટણામાં પણ કાતીલ ઠંડી પડી રહી છે. આજે ૭ ડીગ્રી તાપમાન છે. આવતા ૪૮ કલાક સુધી કાતીલ ઠંડીનું મોજુ રહેવાનુ છે.

(10:39 am IST)