Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

થપ્પડ થપ્પડ મારવા અને અપશબ્દો બોલવાના આરોપમાં મહેશ માંજરેકર વિરૂધ્ધ FIR દાખલઅને અપશબ્દો બોલવાના આરોપમાં મહેશ માંજરેકર વિરૂધ્ધ FIR દાખલ

કાર એકસીડેન્ટ બાદ મહેશ માંજરેકરે એક માણસને થપ્પડ મારી દીધી હતી

પૂણે તા. ૧૮ : બોલીવુડમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. અભિનેતા મહેશ માંજરેકર વિરુદ્ઘ પુણેના એક પોલીસ સ્ટેશનમાં FIR નોંધ કરવામાં આવી છે. મહેશ માંજરેકર પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે એક વ્યકિતને થપ્પડ મારી અને સાથે જ ગાળો પણ દીધી છે.

ઘટના ૧૫ જાન્યુઆરીની કહેવામાં આવી રહી છે જયારે એક કાર એકસીડેન્ટ બાદ મહેશ માંજરેકર દ્વારા કહેવાતી રીતે એક માણસને થપ્પડ મારી દીધી છે. પુણેના યાવત પોલીસ સ્ટેશનમાં નોન-કોગ્નીઝેબલ ઓફેન્સ માટે મહેશ માંજરેકર પર FIR દાખલ કરવામાં આવી છે.

એકટર મહેશ માંજરેકર બહુમુખી પ્રતિભાશાળી છે. તેમને બોલીવુડના બહેતરીન કલાકારોમાંના એક માનવામાં આવે છે. તેમણે એકિટંગ, ડાયરેકશન, રાઇટિંગથી લઈને પ્રોડકશન સુધીમાં કામ કર્યું છે. મહેશ પોતાની ફિલ્મોમાં નેગેટિવ રોલ માટે ઓળખવામાં આવે છે. તે પહેલી વાર દૂરદર્શનની મરાઠી સીરિઝ ક્ષિતિજમાં જોવા મળ્યા હતા. આમાં તેમણે એક કુષ્ઠ રોગીનું પાત્ર ભજવ્યું હતું.

સલમાન ખાનની ચર્ચિત ફિલ્મોમાંની એક દબંગમાં મહેશ માંજરેકરે એક ભ્રષ્ટ પોલીસવાળાનું પાત્ર ભજવ્યું હતું. જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. તેમની દીકરી સઈ માંજરેકરે પણ સલમાન ખાનની ફિલ્મ દબંગ-૩ દ્વારા પોતાનો ડેબ્યૂ કર્યો હતો. ખાસ વાત એ છે કે ફિલ્મમાં સંજય માજરેકરે પણ એક પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં મહેશ માંજરેકરે સોનાક્ષીના પિતા બન્યા હતા.

(10:33 am IST)