Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ફારૂક અબ્દુલ્લાનો વીડિયો થયો વાયરલ

હું મારી પત્નીને 'કિસ' કરવાથી ડરૃં છું

શ્રીનગર તા. ૧૮ : નેશનલ કોન્ફ્રેંસના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ રવિવારે એક સમારોહમાં લોકોને ખૂબ હસાવ્યા. તેઓએ કહ્યું કે કોરોનાની એવી સ્થિતિ સર્જાઈ છે કે તેઓ પોતાની પત્નીને કિસ પણ કરી શકતા નથી. આ સ્થિતિ પર હાજર લોકો ખૂબ હસ્યા હતા. ફારૂક અબ્દુલ્લાનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

તેઓએ કહ્યું કે આ સ્થિતિ એવી છે કે કોઈ હાથ મિલાવે કે ગળે લગાડે તો પણ ડર લાગે છે. તેઓએ એટલે સુધી કહ્યું કે હું મારી પત્નીને કિસ પણ કરી શકતો નથી. ગળે લગાવવાનો તો સવાલ જ નથી પણ દિલ એવું ઈચ્છે છે. હું આ ઈમાનદારી સાથે કહી રહ્યો છું.

તેઓએ આ કાર્યક્રમમાં એમ પણ કહ્યું છે કે કોરોનાની વેકિસન આવી ગઈ છે પણ આ સમયે જ જણાવશે કે તે કેટલી અસરકારક છે. અલ્લાહ કરે આ બીમારી જલ્દી ખતમ થઈ જાય. આજકાલ તો હાથ મિલાવવાથી અને કોઈને ગળે લગાવવાથી પણ ડર લાગી રહ્યો છે. અહીં હાજર દર્શકો આ વાતથી ખૂબ હસ્યા હતા. તેમની ટિપ્પણીનો એક વીડિયો કિલપ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે જમ્મૂ કાશ્મીરમાં રવિવારે કોરોનાના ૧૨૬ નવા કેસ આવ્યા છે અને સાથે જ સંક્રમિતોની સંખ્યા ૧,૨૩,૩૪૩ થઈ છે. સંક્રમણના નવા કેસ ૬૧ કેસમાં જમ્મૂ સંભાગ અને ૬૫ કાશ્મીર સંભાગમાં જોવા મળ્યા છે.

(10:32 am IST)