Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

કોઈપણ પ્રકારનો સ્ટે આપવામાં આવ્યો હોય તેની મુદત 6 મહિના પછી આપોઆપ પુરી થઇ જાય છે : સુપ્રીમ કોર્ટના 3 ન્યાયધિશોની ખંડપીઠે દેશની તમામ કોર્ટોને આપેલી યાદી

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટ ના 3 જજની ખંડપીઠે દેશની તમામ  કોર્ટોના ન્યાયધીશોને આપેલ યાદી  મુજબ કોઈપણ પ્રકારનો સ્ટે આપવામાં આવ્યો હોય તેની મુદત આપોઆપ 6 મહિના પછી પુરી થઇ જાય છે સિવાય  કે તે કોઈ વ્યાજબી કારણસર લંબાવવામાં આવ્યો હોય
એશિયન રિસરફેસિંગ રોડ એજન્સી વિરુદ્ધ સીબીઆઈ ના કેસ અનુસંધાને એપેક્સ કોર્ટએ ઉપરોક્ત યાદી આપી હતી.જે મુજબ કોઈ અપવાદરૂપે ટ્રાયલ ચલાવવા કરતા સ્ટે લંબાવવો વધુ  હિતાવહ લાગ્યો હોય તેવા કેસમાં તેની નોંધ જરૂરી છે.તથા ભવિષ્યમાં સ્ટે આપતી વખતે આપ્યાની તારીખ અને મુદત પુરી થવાની તારીખ દર્શાવવી જરૂરી ગણાશે.જો મુદત લંબાવવામાં આવી નહીં હોય તો કેસની કાર્યવાહી શરૂ થઇ ગયેલી ગણાશે.આ નિયમ સિવિલ કે ક્રાઇમ તમામ કેસમાં લાગુ પડશે.
પુણેના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 6 મહિનાના સ્ટે ની મુદત પુરી થઇ ગયા પછી સુનાવણી માટે મુંબઈ હાઇકોર્ટનો સંપર્ક કરવાનું કહેતા ઉપરોક્ત કેસને ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટે દેશની હાઇકોર્ટો સહિત તમામ કોર્ટોને ખરા અર્થમાં તેમની સૂચનાનું પાલન કરવાનો અનુરોધ કર્યો હતો તેવું બી એન્ડ બી દ્વારા જાણવા મળે છે.

(5:44 pm IST)