Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

જીન્સના કપડા ઓછા ધોવાની સલાહ : જીન્સના સુક્ષ્મ પાર્ટીકલ નદી, સરોવર કે સમુદ્રમાં જઇને કરે છે નુકશાન

મુંબઇ : જીન્સ ટીશર્ટ નવયુવાનોની પહેલી પસંદ હોય છે. લગભગ અડધી દુનિયામાં જીન્સ પહેરવામાં આવે છે. એવું કહેવાય છે કે, જો જીન્સ ન પહેરો તો સારૃં અને જો પહેરો તો બહુ જ ઓછા ધુઓ.  આખરે ખેવું કેમ કહેવામાં આવે છે. જીન્સનુંચલણ તો વર્ષોથી ચાલી આવ્યું છે, આવામાં અચાનક એવું તો શું થયું કે જીન્સ ઓછું ધોવાનું કહેવાઇ રહ્યું છે.

અત્યાર સુધી એવું હતું કે, જીન્સ કંપનીઓ એવું કહેતી હતી કે, જીન્સ મહિનામાં એક જ વાર ધોવી જોઇએ. અચાનક હવે વૈજ્ઞાનિકોએ જીન્સ પહેરનારા લોકોને મોટી સૂચના આપી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો તમે આદત પાડી લો કે તમે ઓછા ઓછા કપડા ખરીદીને પણ આરામથી જીવી શકો. આ કામ થોડું મુશ્કેલ છે, કેમ કે દુનિયાની લગભગ અડધી વસ્તી જીન્સ પહેરે છે.

જીન્સ પહેરવાથી બચવાની સલાહ કેમ આપવામાં આવી, તેનું કારણ પર્યાવરણની સુરક્ષા છે. જો તમે જીન્સ પહેરવાની આદત નહિ છોડી શકતા તો તેને ઓછામાં ઓછું વોશ કરવાની આદત તો પડી જ શકો છો. આપણે હંમેશા ધ્યાન રાખવું જોઇએ કે આપણી કઇ ગતિવિધિ પર્યાવરણ પર શું અસર પડી શકે છે. અડધી દુનિયા બ્લ્યુ કે બીજા રંગની ડેનિમના જીન્સ શોખથી પહેરે છે, પરંતુ આ તથ્ય પર લાપરવાહ રહે છે કે, આ જીન્સના સૂક્ષ્મ પાર્ટીકલ નદી, સરોવર કે સમુદ્રમાં જઇને મળે છે અને તેને નુકશાન કરે છે.

નવા રિસર્ચ પાસેથી માહિતી મળી છે કે, આપણે જયારે જીન્સ ધોઇએ છીએ કે, સૂક્ષ્મ કણ જીન્સમાંથી નીકળે છે અને પાણી સાથે વહી જાય છે. રિસર્ચમાં એ પણ ચિંતા વ્યકત કરાઇ છે કે, આ વાઇલ્ડલાઇફ અને પર્યાવરણ માટે નુકશાનદેહ બની શકે છે. જીન્સમાં કેમિકલનો ઉપયોગ થાય છે, તેમાં માઇક્રોફાઇબર પણ હોય છે. દર વખતે જીન્સ ધોવાની સાથે રેશેનુમા માઇક્રોફાઇબર નીકળે છે અને પાણીની સાથે નદીમાં ભળી જાય છે અને પ્રદુષણનું કારણ બની જાય છે.   

(5:43 pm IST)