Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ઇઝરાયલ, યુએઇ અને બહરીન વચ્‍ચે થઇ સમજુતિ, ટ્રમ્‍પએ કહ્યું નવા મિડિલ ઇસ્‍ટની શરૂઆત

અમેરિકાની પહલ પર ઇઝરાયલ, સંયુકત અરબ અમીરાત (યુએઇ) અને બહરીને વચ્‍ચે અબ્રાહ્મ સમજુતી થઇ છે. ઇઝરાયેલ અને અબર દેશો વચ્‍ચે ર૬ વર્ષ પછી શાંતિ સમજુતી થઇ છે. આ અવસર પર અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍એ કહ્યું દશકોના વિભાજય અને સંઘર્ષ પછી આજ અમે એક નવા મિડિલ ઇસ્‍ટની શરૂઆત કરી છે. ભગવાન આપ સૌનું ભલું કરે.

(11:18 pm IST)
  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો : પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ઘટાડો : નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 11:34 pm IST