Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ખેડૂતોના ઉત્પાદનની કીંમત વધારનારા છે ત્રણેય કૃષિ બિલઃ કોંગ્રેસ દ્વારા બીલનો વિરોધઃ બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડા

કેન્દ્ર સરકારએ કૃષિ સંબંધિત બીલો બારામા઼ બતાવતા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કહ્યું ખૂબજ દીર્ધ દૃષ્ટિ રાખતા આ ત્રણેય બિલને અમે સંસદમાં એકટના રૃપમાં પાસ કરી રહ્યા છીએ એમણે આગળ કહ્યું આ ત્રણેય બીલ ખેડૂતોને ઉત્પાદનોના ભાવ ખૂબજ તીવ્ર ગતિથી વધારનારા છે. કોંગ્રેસ દ્વારા બિલનો વિરોધ કરવામાં આવશે.

(12:09 am IST)
  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST

  • સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST

  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST