Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

સહરાનપુરમાં પ્રિયંકા ગાંધીનો અભૂતપૂર્વ રોડ શો યોજાયો

રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં ઉમટ્યા લોકોઃપ્રિયંકા ગાંધીએ જનતાને સંબોધિત કરતા કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર પર નિશાન તાંક્યુ હતું

ઉત્તરપ્રદેશ, તા.૧૭

 

પ્રિયંકાએ જૈન બાગ સ્થિત જૈન મંદિરમાં ભગવાન મહાવીરના દર્શન કરીને આસીર્વાદ લીધા હતા. ત્યારબાદ બરોપે ૧૨ વાગ્યે તેમણે પોતાનો રોડ શ શરૃ કર્યો હતો. જ્યાં કોંગ્રેસ અને સપાના નેતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

પ્રિયંકા ગાંદીનો રોડ શો રાયવાલા, જેબીએસ ઈન્ટર કોલેજ. કમ્બોહ પૂલ, રાંધડો પૂલ અને કુતબશેર થઈને ગુરૃદ્વાપા રોડ પર પૂરો થયો હતો. આ વિસ્તારમાં મુસ્લિમ વસ્તી મોટી છે.

ઈન્ડિયા ગઠબંધન તરફથી અત્યારસુધી પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં કોઈફાયર બ્રાન્ડ નેતા જનસભા કરવા પહોંચ્યા ન હતા. પહેલા ચરણના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે બુધવારે સહરાનપુરમાં રોડ શો પહેલા પ્રિયંકાને સિધ્ધપીઠ શાકમ્ભરી દેવીના દર્શન કરવા જવું હતું. પરંતુ રામનવમીને દિવસે શ્રધ્ધાળુઓની ભીડને લીધે સુરક્ષાના કારણે જીલ્લા પ્રશાસને મંજુરી આપી ન હતી.

રોડ શો વાળા રસ્તાને લોકોએ ફૂગ્ગા અને ઝંડાથી સજાવ્યો હતો. પ્રિયંકા સાથે રથમાં કોંગ્રેસ ઉમેદવાર ઈમરાન મસૂદ. જીલ્લા અધ્યક્ષ સંદીપ રાણા સહિત કેટલાય મોટા નેતા હાજર રહ્યા હતા. પ્રિયંકાએ ગોલ કોઠીથી લઈને કુતુબશેર સુધી રોડ શો કર્યો હતો. એક કલાકથી વધુ ચાલેલા રોડ શોમાં પ્રિયંકા ગાંદીએ લગભગ ૧૨ મિનીટ સુધી જનતાને સંબોધિકત કરી હતી.પ્રિયંકાએ કહ્યું કે આ દેશે સત્તાને નહી સત્યને પૂજ્યું છે જ્યારે પીએમ મોદી કેવળ સત્તાને પૂજે છે, સત્યને નહી. રામનવમીના પર્વને યાદ કરતા પ્રિયંકાએ કહ્યું કે ભગવાન રામે પણ સત્યની લડાઈ લડી હતી. જ્યારે તેમની સામે રાવણ યુધ્ધ કરવા આવ્યો ત્યારે તમામ શક્તિ રાવણ પાસે હતી. પરંતુ રામે નવ વ્રત રાખીને તમામ શક્તિ પોતાની પાસે લઈ લીધી. ત્યારબાદ રાવણ સાથે યુધ્ધ કર્યું અને સત્યની જીત થઈ. વધુમાં તમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ ગરીબ, નાના વેપારી, મજૂરો માટે કંઈ કર્યું નથી. ભાજપની સરકારે ફક્ત અમીરોના ખિસ્સા ભર્યા છે. ઈલેક્ટોરલ બોન્ડ સ્કિમ પણ ભાજપ લઈને આવ્યું હતું તે તેને ગુપ્ત રાખવા માંગતા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે નામ બહાર પાડવાનો આદેશ આપીને ભાજપની પોલ ખોલી નાંખી હતી. તેમણે કહ્યું કે જે કંપની ૧૮૦ કરોડનો નફો કમાઈ રહી છે તે કંપની ૧,૧૦૦ કરોડ રૃપિયાનું દાન ભાજપનેઆપી રહી છે. તેમણે કહ્યું કે મારી જનતાને અપીલ છે કે સપા-કોગ્રેસ ગઠબંધનના ઉમેદવાર ભાઈ ઈમરાનને ભારે નતોતી જીતાડજો. ૧૯ એપ્રિલે વધમાં વધુ મતદાન કરજો.

(8:56 pm IST)