Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

રામનવમીએ અયોધ્‍યામાં કડક સુરક્ષા : આજે મેળાની પુર્ણાહુતિ : ૫૬૦ કેમેરાથી નજર

 અયોધ્‍યા (ઉત્તર પ્રદેશ), ૧૭ એપ્રિલઃ ૫૦૦ વર્ષ બાદ અયોધ્‍યામાં ભગવાન રામની નવી મૂર્તિનો અભિષેક કરાયો છે. આ પછી પ્રથમ વખત છે કે અયોધ્‍યામાં શ્રી રામનવમી ઊજવવામાં આવી રહી છે. તેને ધામધૂમથી ઉજવવા માટે રાજ્‍ય સરકારે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.  આ અવસર પર લાખો લોકો ભગવાન રામના દર્શન કરવા અયોધ્‍યા પહોંચયા છે. આવી સ્‍થિતિમાં સુરક્ષાને લઈને મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મહત્‍વપૂર્ણ તહેવાર શાંતિપૂર્ણ રીતે પાર પાડવા પોલીસ પ્રશાસનની ભૂમિકા મહત્‍વની રહેશે. આવનારા ભક્‍તોની સુરક્ષાની સાથે પોલીસ પ્રશાસને ભીડ વ્‍યવસ્‍થા, દર્શન અને શ્રદ્ધાળુઓની સંખ્‍યાના અંદાજ માટે પણ વ્‍યવસ્‍થા કરી હતી.

ઉલ્લેખનીય છે કે રામનવમીના અવસર પર અયોધ્‍યા ધામમાં ૯ એપ્રિલથી રામનવમી મેળો શરૂ થયો છે, જે રામનવમીના દિવસ સુધી એટલે કે ૧૭ એપ્રિલ સુધી ચાલશે. અહીં ૨૫ લાખ શ્રદ્ધાળુઓ આવે તેવી શકયતા છે. રામ નવમીના મેળા નિમિત્તે સમગ્ર મેળાના વિસ્‍તારને કુલ ૭ ઝોન અને ૩૯ સેક્‍ટરમાં વહેંચવામાં આવ્‍યો છે. આ ઉપરાંત, ટ્રાફિક વ્‍યવસ્‍થાને ૨ ઝોન અને ૧૧ ક્‍લસ્‍ટરમાં વહેંચીને સુનિヘતિ કરવામાં આવી રહી છે.

 અયોધ્‍યા ધામ વિસ્‍તારમાં વિવિધ કંટ્રોલ રૂમમાં લગાવવામાં આવેલા કુલ ૫૬૦ કેમેરા દ્વારા ભક્‍તોની અવરજવર પર નજર રાખવામાં  આવી રહી છે. આ સાથે, ૨ ટેથર્ડ ડ્રોન અને ૮ એરિયલ ડ્રોન દ્વારા વિવિધ રસ્‍તાઓ, શેરીઓ અને ર્પાકિંગનું વાસ્‍તવિક સમય વિશ્‍લેષણ કરવામાં  આવી રહ્યું છે.

(3:46 pm IST)