Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

અમેરિકામાં ડોક્‍ટરલ ડિગ્રીનો અભ્‍યાસ કરો

યુએસ યુનિવર્સિટીઓનું આયોજન કેવી રીતે કરવું અને અરજી કેમ કરવી તે જાણો : દર પાંચ આંતરરાષ્‍ટ્રીય વિદ્યાર્થીઓમાંથી લગભગ એક ભારતીયઃ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ઇન્‍ટરનેશનલ એજયુકેશન ઓપન ડોર્સના અહેવાલ : મુજબ હાલમાં યુ.એસ.માં અંડર ગ્રેજયુએટ, ગ્રેજયુએટ અને નોન-ડીગ્રી પ્રોગ્રામ્‍સમાં અભ્‍યાસ કરતા ૯ લાખથી વધુ વિદ્યાર્થીઓ

ભારતીય વિદ્યાર્થીઓને ઉચ્‍ચ શિક્ષણ મેળવવા માટે અમેરિકા હંમેશાં એક પસંદગીનું સ્‍થળ રહ્યું છે.  ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ઇન્‍ટરનેશનલ એજ્‍યુકેશન (આઇઆઇઇ) ઓપન ડોર્સનો તાજેતરનો અહેવાલ દર્શાવે છે કે હાલમાં યુનાઇટેડ સ્‍ટેટ્‍સમાં અંડરગ્રેજ્‍યુએટ, ગ્રેજ્‍યુએટ  અને નોન-ડિગ્રી પ્રોગ્રામ્‍સમાં અભ્‍યાસ કરતા ૯,૧૪,૦૯૫ આંતરરાષ્‍ટ્રીય વિદ્યાર્થીઓ છે. દર પાંચ આંતરરાષ્‍ટ્રીય વિદ્યાર્થીઓમાંથી લગભગ એક ભારતીય છે. યુનાઇટેડ સ્‍ટેટ્‍સમાં તમામ આંતરરાષ્‍ટ્રીય વિદ્યાર્થીઓમાંથી ૧૪ ટકા ડોક્‍ટરલ પ્રોગ્રામ્‍સમાં નોંધાયેલા છે, જેમાંથી કેટલાક અત્‍યાધુનિક સંશોધન સુવિધાઓ, અદ્યતન ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવતી સહાયને કારણે સૌથી વધુ માંગ ધરાવતા કાર્યક્રમો છે. આ લેખ ડોક્‍ટરલ ડિગ્રી તમને શું ઓફર કરી શકે છે, તમારા પોતાના માટે શ્રેષ્ઠ પ્રોગ્રામ શોધવા માટે તમે કેવી રીતે સંશોધન કરી શકો છો, અને યુ.એસ. યુનિવર્સિટીઓનું આયોજન કેવીરીતનું છે અને તમારે તેમાં અરજી કેવી રીતે કરવી તે સમજાવશે.

ડોક્‍ટરલ ડિગ્રી એ શૈક્ષણિક દ્રષ્ટિએ પ્રાપ્ત કરી શકાય તેવી ઉચ્‍ચતમ પદવી છે. જે  સૌથી પ્રતિષ્ઠિત અને અદ્યતન પદવી છે, અને તે  અભ્‍યાસના ક્ષેત્ર અથવા વ્‍યવસાયની નિપુણતાનું પ્રતીક છે. ઘણા વિદ્યાર્થીઓ શરૂઆતમાં નિર્ણય નથી કરી શકતા કે ડોક્‍ટરલ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવો અને તેને  અનુસરવો એ  સાચો શૈક્ષણિક માર્ગ છે કે નહીં.  ઑબર્ન યુનિવર્સિટીમાંથી કમ્‍પ્‍યુટર સાયન્‍સમાં પીએચ.ડી.ની પદવી મેળવનાર ડો. તથાગત ભટ્ટાચાર્ય કહે છે, યુનાઇટેડ સ્‍ટેટ્‍સમાં ઉચ્‍ચ શિક્ષણનું ધોરણ વિશ્વકક્ષાનું છે અને વૈશ્વિક સ્‍તરે તે માન્‍યતા પ્રાપ્ત છે, અને તેથી જ મેં શિક્ષણમાં કારકિર્દી બનાવતી વખતે યુનાઇટેડ સ્‍ટેટ્‍સમાં અરજી કરવાનું નક્કી કર્યું છે. ત્‍યાં મૂળભૂત વ્‍યક્‍તિગત અને વ્‍યાવસાયિક પ્ર‘ો છે જે તમને તે નક્કી કરવામાં મદદ કરી શકે છે કે યુનાઇટેડ સ્‍ટેટ્‍સમાં પીએચ.ડી. પ્રોગ્રામ માટે અરજી કરવી એ યોગ્‍ય પસંદગી છે કે નહીં. તેને શરૂ કરવા માટે, તમારી જાતને પૂછો કે શું તમે એવી વ્‍યક્‍તિ છો કે જે તમને રસપ્રદ લાગે તેવા પ્રશ્નોના જવાબ આપવા માટે સ્‍વતંત્ર રીતે પ્રેરિત કરે  છે? શું તમે તમારી રુચિના વિશાળ ક્ષેત્રમાં ફાળો આપવા માંગો છો? અને શું તમે કોઈ ચોક્કસ ક્ષેત્રમાં નિપુણતાનું નિર્માણ કરવા માંગો છો?  એક વખત તમે નક્કી કરી લો કે તમારી કારકિર્દીના ધ્‍યેયો શું છે, તો પછી તમે ખાતરી કરી શકો છો કે પીએચ.ડી. કાર્યક્રમ તમને તે ધ્‍યેયો હાંસલ કરવામાં મદદરૂપ થઈ શકે છે કે કેમ. મિયામી યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના ડોક્‍ટરેટના વિદ્યાર્થી પંખુરી અગ્રવાલ કહે છે, મેં  પીએચ.ડી. પ્રોગ્રામ માટે અરજી કરવાનું નક્કી કર્યું કારણ કે ભંડોળની ઉપલબ્‍ધતા, શાળાઓ અને પ્રોગ્રામ્‍સની જેમાંથી પસંદગી કરવાની છે તેની વિશાળ શ્રેણી, , અને કારકિર્દીના વિકલ્‍પોની વિશાળ શ્રેણી જે પ્રોગ્રામની પસંદગી કરવા તરફ લઈ જઈ શકે છે, એટલે કે, સંશોધન, શિક્ષણ અને ક્‍લિનિકલ કાર્ય.એ તમામ આમાં સામેલ છે. તે ઉમેરે છે, સાચો પ્રશ્ન એ છે કે જો તમને સંશોધન ગમે છે અને તમે સંશોધન કરવાને સક્ષમ છો.  તો ડૉક્‍ટરેટનો કાર્યક્રમએ તમારી યોગ્‍ય પસંદગી છે.

 તો ચાલો આપણે જાણીએ કે યુ. એસ એ. માં પીએચ.ડી.પદવીનું મહત્‍વ શું છે. પીએચ.ડી. કાર્યક્રમનું માળખું અને અભ્‍યાસક્રમનું સત્ર કેટલું લાંબુ છે, તે  સંબંધિત વિભાગ અને વ્‍યક્‍તિગત યુનિવર્સિટીની આવશ્‍યકતાઓના આધારે અલગ-અલગ હોઈ શકે છે. ડોક્‍ટરલ  પ્રોગ્રામ્‍સ વિદ્યાર્થીઓને અભ્‍યાસના ક્ષેત્રમાં નોંધપાત્ર સંશોધન અને અભિવ્‍યક્‍તિની તાલીમ આપવા માટે તૈયાર કરવામાં આવ્‍યો છે જેથી તેઓ નિષ્‍ણાત બની શકે અને તેમના સંબંધિત ક્ષેત્રોમાં નવા પરિપ્રેક્ષ્ય પ્રદાન કરવા માટે ઊંડાણપૂર્વક સંશોધન કરી શકે.જો કે કેટલીક યુનિવર્સિટીઓ સંકલિત પીએચ.ડી. પ્રોગ્રામ્‍સ ઓફર કરે છે જે વિદ્યાર્થીઓને તેમની અંડરગ્રેજ્‍યુએટ બેચલર પદવી પૂર્ણ કર્યા પછી તરત જ અરજી કરવાની મંજૂરી આપે છે, સૌથી સામાન્‍ય પ્રોગ્રામ વિદ્યાર્થીઓને માસ્‍ટર્સ પ્રોગ્રામ પૂર્ણ કર્યા પછી સ્‍વીકારે છે. ડોક્‍ટરલ પ્રોગ્રામ્‍સના વ્‍યાપકપણે બે પ્રકાર છે. સંશોધનલક્ષી પીએચ.ડી. પ્રોગ્રામ્‍સ અને એપ્‍લાઇડ ડોક્‍ટરેટ, જે વધુ વ્‍યાવસાયિક એપ્‍લિકેશન પદવી જેવા છે. સંશોધનલક્ષી પીએચ.ડી. પ્રોગ્રામ્‍સને સામાન્‍ય રીતે ડોક્‍ટર ઓફ ફિલોસોફીની પદવીઓ કહેવામાં આવે છે, અને તેમાં ડોક્‍ટર ઓફ આર્ટ્‍સ, ડોક્‍ટર ઓફ ફિલોસોફી, ડોક્‍ટર ઓફ બિઝનેસ મેનેજમેન્‍ટ, ડોક્‍ટર ઓફ એજ્‍યુકેશન, ડોક્‍ટર ઓફ થિયોલોજી અને ડોક્‍ટર ઓફ પબ્‍લિક હેલ્‍થ પદવી નો સમાવેશ થાય છે. એપ્‍લાઇડ ડોક્‍ટરેટમાં ડોક્‍ટર ઓફ બિઝનેસ એડમિનિસ્‍ટ્રેશન, ડોક્‍ટર ઓફ હેલ્‍થ એડમિનિસ્‍ટ્રેશન, ડોક્‍ટર ઓફ ફાર્મસી અને જ્‍યુરિસ ડોક્‍ટરની પદવી નો સમાવેશ થાય છે. પીએચ.ડી. પ્રોગ્રામના ઘણા ફાયદા છે, જેમાં સ્‍વતંત્ર શીખવાની તાલીમ, વિશિષ્ટ ટેકનિકલ કૌશલ્‍યો વિકસાવવા, સમસ્‍યાનું નિરાકરણ લાવવાનાં કૌશલ્‍યો, કાર્યક્ષમ લેખન અને સંચાર કૌશલ્‍યો, નેટર્વકિંગ કૌશલ્‍યો અને આખરે વિશિષ્ટ ક્ષેત્રમાં કુશળતા વિકસાવવાનો સમાવેશ થાય છે. પંખુરી એમ પણ કહે છે કે, શૈક્ષણિક લાભો ઉપરાંત, મારા ડૉક્‍ટરેટ પ્રોગ્રામે મને ખંત, આલોચનાત્‍મક વિચારસરણી અને સંગઠન શીખવ્‍યું છે. ડૉ. તથાગત ભટ્ટાચાર્ય નેટર્વકિંગના મહત્ત્વ પર ભાર મૂકે છે. નેટર્વકિંગે મને મારા ક્ષેત્રમાં વિવિધ લોકો અને પ્રયોગશાળાઓ સાથે સહયોગ કરવાની મંજૂરી આપી છે અને તેણે મને યોગ્‍ય સંશોધનની તકો અને નોકરીની તકો શોધવામાં પણ મદદ કરી છે.

 કાર્યક્રમના લાક્ષણિક માળખામાં ફાઉન્‍ડેશનનું નિર્માણ, જ્ઞાનના આધારને વિસ્‍તળત કરવા, સંશોધન અને તમારા સંશોધનનો બચાવ કરવાનો સમાવેશ થાય છે. પીએચ.ડી. કાર્યક્રમો સામાન્‍ય રીતે પ્રારંભિક અને સંશોધન કેન્‍દ્રિત વર્ગો, તમારા વિસ્‍તાર અથવા ક્ષેત્ર પર આધારિત વર્ગો, વૈકલ્‍પિક અને નિબંધ અભ્‍યાસક્રમોથી શરૂ થાય છે. સંશોધન વર્ગો તમને સંશોધન પદ્ધતિ અને પ્રાયોગિક ડિઝાઇન, લેખન પદ્ધતિઓ, વિશ્‍લેષણાત્‍મક વર્ગો, વાર્તાલાપ અભ્‍યાસક્રમો અને ગુણાત્‍મક અને માત્રાત્‍મક વિશ્‍લેષણના અભ્‍યાસક્રમો વિકસાવવા માટે તૈયાર કરે છે. તમારે મુખ્‍ય વર્ગોની બહાર ધ્‍યાન કેન્‍દ્રિત કરવાના ક્ષેત્રોમાં વર્ગો લેવાની પણ જરૂર છે અને આ ક્ષેત્રને સંપૂર્ણ વિશ્વ દૃષ્ટિકોણ રાખવા માટે વૈકલ્‍પિક લોકોના પૂલમાંથી અભ્‍યાસક્રમો પસંદ કરી શકો છો. દાઃત, મોલેકયુલર બાયોલોજીમાં પીએચ.ડી.નો અભ્‍યાસ કરી રહેલી વ્‍યક્‍તિ પાસે ડેવલપમેન્‍ટલ બાયોલોજી, અદ્યતન આંકડાકીય વિશ્‍લેષણ અથવા અદ્યતન સેમિનાર જેવા વૈકલ્‍પિક વર્ગો હોઈ શકે છે. કાર્યક્રમના માળખાના આધારે, તમારા ફાઉન્‍ડેશન કોર્સવર્ક પછી તમારા મહાનિબંધ પર કામ કરવામાં આવે છે. દરેક પી.એચ.ડી. વિદ્યાર્થી પાસે એક શૈક્ષણિક સલાહકાર અને એક શૈક્ષણિક અને મહાનિબંધ સમિતિ હોય છે જે વિદ્યાર્થીની પ્રગતિની દેખરેખ રાખે છે અને નિબંધને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીને માર્ગદર્શન આપે છે. કાર્યક્રમનો છેલ્લો તબક્કો મહાનિબંધ લખવાનો છે અને તમારા અભ્‍યાસના તારણો કાઢીને જાહેરમાં તેને રજૂ કરવાનો છે.

 પી.એચ.ડી. પ્રોગ્રામ્‍સમાં અરજી કરવી પડકારજનક હોઈ શકે છે કારણ કે યોગ્‍ય પ્રોગ્રામ અને યોગ્‍ય યુનિવર્સિટીઓ શોધવા માટે કાળજીપૂર્વકના સંશોધનની જરૂર છે, તેમજ ગુણવત્તાયુક્‍ત એપ્‍લિકેશનનું સંકલન કરવા માટે સમયસર આયોજન કરવું જરૂરી છે.  પીએચ.ડી. પ્રોગ્રામ્‍સ વિશે વિગતવાર માહિતી શોધવા માટે યુનિવર્સિટી વેબસાઇટ્‍સ એ સૌથી અધિકળત સ્રોત છે. વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ શરૂ કરવાની ઇચ્‍છા રાખતા પહેલા ઓછામાં ઓછા ૧૨થી ૧૮ મહિના પહેલાં માન્‍યતા પ્રાપ્ત યુ.એસ. યુનિવર્સિટીઓ દ્વારા ઓફર કરવામાં આવતા વિવિધ પ્રકારના પીએચ.ડી. કાર્યક્રમોની શોધ શરૂ કરવી જોઈએ. અમે વિદ્યાર્થીઓને કાર્યક્રમના માળખા, મુખ્‍ય જરૂરિયાતો, વૈકલ્‍પિક અભ્‍યાસક્રમો, વિદ્યાર્થીઓ માટે સુલભ સંશોધન સુવિધાઓ, અરજીની સમયમર્યાદા અને આંતરરાષ્‍ટ્રીય વિદ્યાર્થીઓ માટે અન્‍ય જરૂરિયાતો પર સંપૂર્ણ સંશોધન કરવા માટે પ્રોત્‍સાહિત કરીએ છીએ. અન્‍ય એક ખૂબ જ અગત્‍યનું પરિબળ એ છે કે યુનિવર્સિટીમાં શું સંશોધન ચાલી રહ્યું છે, કેટલા ફેકલ્‍ટી સભ્‍યો તમારી રુચિના ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યા છે, પ્રોગ્રામ શું લવચીકતા આપે છે, અને ફેકલ્‍ટી રિસર્ચ પ્રોજેક્‍ટ્‍સ માટે ભંડોળનાસ્ત્રોતોને સમજવા માટે ફેકલ્‍ટી પ્રોફાઇલ્‍સ જોવી. પંખુરીએ તેમની શોધમાં આ તમામ પરિબળોનો સમાવેશ કર્યો હતો અને ઉમેર્યું હતું કે, મેં ઓનલાઇન માર્ગદર્શકો પર સંશોધન કર્યું, તેમની શૈક્ષણિક પ્રોફાઇલ્‍સ અને લેબ વેબસાઇટ્‍સ પર ધ્‍યાન આપ્‍યું, તેમના કેટલાક પ્રકાશિત કાર્યને વાંચ્‍યું, અને તેમની લેબમાં વર્તમાન વિદ્યાર્થીઓ સાથે વાત કરી. હું એક એવા માર્ગદર્શકની શોધમાં હતો કે જેણે મને માત્ર વ્‍યાવસાયિક રૂપે જ ટેકો આપ્‍યો ન હતો, પરંતુ એવી વ્‍યક્‍તિ પણ કે જેની સાથે હું વ્‍યક્‍તિગત સ્‍તરે કનેક્‍ટ થઈ શકું. તાાતક વિદ્યાર્થીઓના પ્‍લેસમેન્‍ટના સંદર્ભમાં વિભાગ કેટલો સફળ છે અને વિદ્યાર્થીઓ પ્રકાશન, વ્‍યવસ્‍થાપનની પ્રેક્‍ટિસ અને કમાણીના કાર્યકાળની દ્રષ્ટિએ સંશોધનના એકંદર ક્ષેત્રમાં કેવી રીતે ઉમેરો કરે છે તે અંગે પણ તમે તપાસ કરી શકો છો.

 યોગ્‍ય પ્રોગ્રામ પર સંશોધન કરવું એ કોયડાનો માત્ર એક ભાગ છે. જ્‍યારે તમે પ્રોગ્રામ્‍સ શોધી રહ્યા હોવ, ત્‍યારે તમારી અરજીના અન્‍ય ઘટકોનું નિર્માણ કરવું પણ મહત્‍વપૂર્ણ છે, જેમ કે તમારા દેશમાં તમારી યુનિવર્સિટીમાંથી તમારા માસ્‍ટરની ટ્રાંસ્‍ક્રિપ્‍ટ્‍સ પ્રાપ્ત કરવી, ભલામણના સંબંધિત પત્રોની વિનંતી કરવી, હેતુનું નિવેદન વિકસિત કરવું, પ્રમાણિત પરીક્ષણો અને અંગ્રેજી નિપુણતાનું  પરીક્ષણ લેવું, લેખન નમૂનાનો વિકાસ કરવો અને છેવટે અરજી પત્રક  ભરવું. ડો. ભટ્ટાચાર્ય અને શ્રીમતી અગ્રવાલ બંને સંમત થાય છે કે આ પગલાંને અનુસરવાથી તમને યોગ્‍ય તમરે યોગ્‍ય કાર્યક્રમ શોધવામાં મદદ મળશે અને ભવિષ્‍ય માટે તમારા શૈક્ષણિક, વ્‍યક્‍તિગત અને વ્‍યાવસાયિક અનુભવને સમળદ્ધ બનાવવામાં મદદ મળશે.

વધુ માહિતી માટે, કળપા કરીને એજ્‍યુકેશન યુ.એસ.એ.ની વેબસાઇટ (https://educationusa.state.gov) ની મુલાકાત લો, અને એજ્‍યુકેશન યુ.એસ.એ. સલાહકાર સાથે સીધા પરામર્શના વ્‍યક્‍તિગત પ્રશ્નો માટે, કળપા કરીને USEducation Queries@state.gov ને લખી શકો.

અદિતિ લેલે યુનાઇટેડ સ્‍ટેટ્‍સ - ઇન્‍ડિયા એજ્‍યુકેશનલ ફાઉન્‍ડેશનમાં એજ્‍યુકેશન યુએસએની સલાહકાર છે. અદિતિને યુ.એસ.માં ઉચ્‍ચ અભ્‍યાસ કરવામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો ત્રણ વર્ષનો અનુભવ છે. મૂળ જલગાંવની વતની છે, તેણે સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીમાંથી જૈવિક વિવિધતામાં એમ. એસ. સી. અને આર્કાન્‍સાસ યુનિવર્સિટીમાંથી જીવવિજ્ઞાન માં પીએચ.ડી.કર્યું છે.

(11:04 am IST)