Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

કાચો માલ સસ્‍તો થયો છતાં કન્‍ઝયુમર ગુડ્‍સનાં ભાવ કેમ ઘટયા નથી ? કંપનીઓ શું કારણ આપી રહી છે ?

રોજબરોજની ચીજો સસ્‍તી થવી જોઇએ પણ થઇ નથી

નવી દિલ્‍હી, તા.૧૭: FMCG ઉદ્યોગમાં વપરાતા મોટા ભાગના કાચા માલના ભાવ કાં તો સ્‍થિર છે અથવા તો ઘટી ગયા છે. આમ છતાં તમને કન્‍ઝ્‍યુમર ગુડ્‍સની કિંમતોમાં કોઈ રાહત નથી મળી રહી. આનું કારણ ઈકોનોમિક ટાઈમ્‍સે જણાવ્‍યું છે. તેના એક અહેવાલમાં જણાવવામાં આવ્‍યું છે કે આવા માલનું ઉત્‍પાદન કરતી કંપનીઓએ તેમના નફાના માર્જિનને જાળવી રાખવા માટે છૂટક કિંમતોમાં ઘટાડો કર્યો નથી. શકય છે કે આ કંપનીઓ નજીકના ભવિષ્‍યમાં કિંમતો પણ વધારી શકે.

મોટાભાગની કન્‍ઝ્‍યુમર ગૂડ્‍ઝ કંપનીઓએ છેલ્લા કેટલાક ક્‍વાર્ટરમાં હોમ, પર્સનલ અને ફૂડ કેટેગરીથી સંબંધિત ઉત્‍પાદનોની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આમ છતાં બે વર્ષ પહેલાંની સરખામણીએ ઉપભોક્‍તા ચીજવસ્‍તુઓની કિંમતો વધુ છે. કન્‍ઝ્‍યુમર ગુડ્‍સ કંપનીઓનું કહેવું છે કે કાચા માલ અને સપ્‍લાય ચેઈનના વધતા ખર્ચને જાળવી રાખવા માટે છેલ્લા બે વર્ષમાં કિંમતોમાં વધારો કરવામાં આવ્‍યો છે. વાસ્‍તવમાં, કોસ્‍ટ મોંઘવારી કોરોના રોગચાળાથી શરૂ થઈ હતી અને રશિયાના યુક્રેન પર આક્રમણ પછી વધુ વધી છે. ઈકોનોમિક ટાઈમ્‍સના અહેવાલ મુજબ એક વર્ષ પહેલાની સરખામણીમાં ક્રૂડ ઓઈલ, પામ ઓઈલ અને કોફીના ભાવમાં વધારો થયો છે. જ્‍યારે કોકો, કોફી અને ખાંડના ભાવમાં ઝડપથી વધારો થયો છે.

પારલે પ્રોડક્‍ટ્‍સના સિનિયર કેટેગરી હેડ (માર્કેટિંગ) કળષ્‍ણરાવ બુદ્ધ કહે છે કે આપણે એ હકીકત સ્‍વીકારવી પડશે કે હાલની પ્રોડક્‍ટ્‍સના ભાવ હવે સામાન્‍ય છે. કેટલાક કાચા માલના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં, અમે હજી પણ ઇનપુટ ખર્ચ પર દબાણ જોઈ રહ્યા છીએ, ખાસ કરીને ખાદ્યપદાર્થોના સેગમેન્‍ટમાં. આવી સ્‍થિતિમાં, ઉત્‍પાદનોની કિંમતો કાં તો સ્‍થિર રહેશે અથવા તો કેટલાક કિસ્‍સાઓમાં વધારો થઈ શકે છે, પરંતુ ભાવમાં વધુ કાપની કોઈ શકયતા નથી.

બોસ્‍ટન કન્‍સલ્‍ટિંગ ગ્રૂપના જણાવ્‍યા અનુસાર, છેલ્લા ૧૦ વર્ષમાં ઘરેલું સંભાળ ઉત્‍પાદનો, ખાદ્યપદાર્થો અને પીણાંની કિંમતો બમણાથી વધુ થઈ ગઈ છે, પરંતુ કોવિડ પછી વધારો તીવ્ર હતો. વિશ્‍લેષકો કહે છે કે છેલ્લા એક વર્ષમાં કાચા માલના ભાવમાં ઘટાડો થયો છે, તેથી કંપનીઓએ માર્જિન વિસ્‍તરણ દ્વારા નફો જાળવી રાખ્‍યો છે. BNP પરિબાએ તાજેતરમાં બહાર પાડેલા અહેવાલમાં જણાવ્‍યું હતું કે કંપનીઓ નજીકના ભવિષ્‍યમાં કિંમતો વધારવા માટે અનિચ્‍છા કરશે.

રિપોર્ટ અનુસાર, છેલ્લા બે મહિનામાં સૌંદર્ય અને વ્‍યક્‍તિગત સંભાળની કેટલીક શ્રેણીઓમાં ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્‍યો છે, પરંતુ ઓરલ કેરમાં સૌથી વધુ ભાવ વધારો જોવા મળ્‍યો છે. છેલ્લા છ મહિનામાં ડિટર્જન્‍ટ અને ડિશ વૉશના ભાવમાં ૧૫%નો ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ બે વર્ષ પહેલાંની સરખામણીમાં ૪-૩૦% વધુ છે. ખાદ્ય તેલ સિવાયના ખાદ્ય અને પીણા ઉત્‍પાદનોમાં છેલ્લા છ મહિનામાં ભાવ મોટા ભાગે યથાવત રહ્યા છે. ઉદાહરણ તરીકે, છેલ્લા છ મહિનામાં સાબુના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ આ બે વર્ષ પહેલા કરતા ૧૫-૨૦% વધુ છે. ઓરલ કેર કેટેગરીમાં ભાવ વધારો બે વર્ષમાં સૌથી વધુ રહ્યો છે, જેના કારણે ડિસેમ્‍બર ક્‍વાર્ટરમાં કોલગેટ કંપનીનું ચ્‍ગ્‍ત્‍વ્‍ઝખ્‍ માર્જિન ૩૩.૬%ના રેકોર્ડ ઉચ્‍ચ સ્‍તરે પહોંચ્‍યું છે.

છેલ્લા બે વર્ષમાં ડિટર્જન્‍ટના ભાવમાં ૧૫% વધારો થયા બાદ, છેલ્લા ક્‍વાર્ટરમાં કેટેગરીમાં ભાવમાં ઘટાડો જોવા મળ્‍યો છે. કાચા માલના ભાવ વધવા લાગ્‍યા છે, પરંતુ ભાવ વધારવો મુશ્‍કેલ બની શકે છે. ગ્રામીણ વિસ્‍તારોમાં ફાસ્‍ટ-મૂવિંગ કન્‍ઝ્‍યુમર ગૂડ્‍ઝ (FMCG) વેચાણમાં વળદ્ધિ લગભગ ત્રણ વર્ષમાં પ્રથમ વખત શહેરી બજારને પાછળ છોડી ગઈ છે. આ માંગમાં સુધારાનો પ્રારંભિક સંકેત હોવાનું કહેવાય છે.

(10:00 am IST)