Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

દરેક કેદી પર દરરોજ ૮૦૦ રૂપિયાનો ખર્ચ

૩૦૦ રૂપિયાની ચોરી કરી તો ૫ મહિનાની સજાઃ જેલમાં ખાવા પાછળ સરકારને ૧ લાખ ૨૦ હજારનો ખર્ચોઃ શું આ યોગ્‍ય છે?

નવી દિલ્‍હી,તા. ૧૭: તિહાડ જેલના મહાનિદેશક સંજય બેનીવાલે કહ્યું કે, લગભગ ૭૦૦ કેદીઓને હોટલ ઉદ્યોગમાં નોકરી મળી છે અને ૧૨૦૦થી વધારે બંદી જેલમાંથી બહાર આવ્‍યા બાદ વિવિધ ક્ષેત્રોમાં કામ કરવા માટે ટ્રેનિંગ પ્રાપ્ત કરી રહ્યા છે. પીટીઆઈ મુખ્‍યાલયમાં સોમવારે એજન્‍સીના સંપાદકો સાથે વાતચીતમાં ૧૯૮૯ બૈચના ભારતીય પોલીસ સેવાના અધિકારી બેનીવાલે કહ્યું કે, તેઓ એવા કેદીઓની દેખરેખથી ખુશ થાય છે, જેમને જેલની સજા કાપ્‍યા બાદ નોકરી મળે છે.

ચંડીગઢના પોલીસ મહાનિદેશક રહી ચુકેલા બેનીવાલ નવેમ્‍બર ૨૦૨૨થી તિહાડ જેલમાં મહાનિદેશક તરીકે તૈનાત છે. તિહાડમાં પોતાના કાર્યકાળમાં જેલ સુધાર પર એક સવાલનો જવાબ આપતા બેનીવાલે કહ્યું કે, અમને જેલની અંદર શહેરી વિકાસ મંત્રાલયની મદદથી કૌશલ વિકાસ કાર્યક્રમ શરુ કર્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત લગભગ ૭૦૦ કેદીઓને હોટલ ઉદ્યોગમાં નોકરી મળી છે અને ૧૨૦૦ કેદી હોસ્‍પિટલમાં નોકરી માટે ટ્રેનિંગ લઈ રહ્યા છે.

તિહાડ જેલમાં ક્ષમતાથી વધારે કેદીઓ હોવા સંબંધિત સવાલના જવાબમાં બેનીવાલે કહ્યું કે, વધારે જેલ બનાવવાનું કોઈ સમાધાન નથી. તિહાડમાં ૧૦,૦૦૦ની સ્‍વીકૃત ક્ષમતાની તુલનામાં ૨૦,૦૦૦ કેદી છે. દિલ્‍હીમાં ત્રણ જેલ પરિસર-તિહાડ, રોહિણી અને મંડોલી છે. તથા આ તમામમાં કેન્‍દ્રીય જેલ છે. તેમણે કહ્યું કે અન્‍ય વિકલ્‍પો અથવા દંડીત કરવાની વધુ સારી રીતે શોધી શકાય છે. બેનીવાલે એક ઉદાહરણ આપતા કહ્યું કે, હાલમાં એક યુવકને ખિસ્‍સાકાતરુના કેસમાં ૩૦૦ રૂપિયા ચોરવાના કેસમાં પકડ્‍યો, તેને તિહાડમાં લાવવામાં આવ્‍યો, જામીન મળ્‍યા ત્‍યાં સુધીમાં તે પાંચ મહિના સુધી જેલમાં રહ્યો.

તેમણે કહ્યું કે, હું દરરોજ દરેક કેદી પર દરરોજ ૮૦૦ રૂપિયાનો ખર્ચ કરી રહ્યો છું. જેની કિંમત અમને દર મહિને લગભગ ૨૪,૦૦૦ રૂપિયા આવે છે. આ ૩૦૦ રૂપિયાની ચોરીની સજા માટે મેં તમારા પૈસા ખર્ચ કર્યા, જેનો ખર્ચો પાંચ મહિનામાં લગભગ ૧,૨૦,૦૦૦ રૂપિયા આવે છે. શું આ યોગ્‍ય છે? તિહાડ જેલના ટોચના અધિકારીએ કહ્યું કે, દિલ્‍હીની નરેલામાં પ્રસ્‍તાવિત જેલમાં ૨૫૦ કેદીઓ માટે લગભગ ૧૭૦ કરોડ ખર્ચ થશે, જે એક મોંઘો સોદો છે. તેમણે કહ્યું કે, જેલનો હાલની મોડલ પ્રાવધાન અધિનિયમ ફર્લો પર છુટા થનારા કેદીઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે પગમાં ઉપકરણ લગાવવાની શક્‍તિ આપે છે.

(9:56 am IST)