Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રથમ તબક્કાનો પ્રચાર આજે સાંજે ૫ વાગ્યે સમાપ્ત થશે: આવતીકાલે ૧૯ એપ્રિલે ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર મતદાન: જડબેસલાક બંદોબસ્ત

પ્રથમ તબક્કામાં આવતીકાલે ૧૯ એપ્રિલે ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર મતદાન

નવીદિલ્હી: લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રથમ તબક્કાનો પ્રચાર આજે સાંજે ૫ વાગ્યે સમાપ્ત થશે અને આવતીકાલે ૧૯ એપ્રિલે ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર મતદાન:

પ્રથમ તબક્કામાં આવતીકાલે ૧૯ એપ્રિલે ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર મતદાન થવાનું છે.

તમિલનાડુની તમામ ૩૯ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે.

પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશની આઠ, ઉત્તરાખંડની પાંચ અને પશ્ચિમ બંગાળની ત્રણ લોકસભા બેઠકો પર મતદાન થશે.

રાજસ્થાનની ૧૨ સીટો પર પહેલા તબક્કામાં મતદાન થવાનું છે.

પ્રથમ તબક્કામાં કાલે અરુણાચલ પ્રદેશની બે લોકસભા અને આસામની પાંચ લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે.

પ્રથમ તબક્કામાં બિહારની ચાર, છત્તીસગઢની એક, મધ્યપ્રદેશની છ, મહારાષ્ટ્રની પાંચ અને મણિપુરની બે લોકસભા બેઠકો પર મતદાન થશે.

કાલે પ્રથમ તબક્કામાં મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર અને પુડુચેરીમાં બે-બે બેઠકો પર મતદાન થશે.

(9:34 am IST)