Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

બટલરની વિસ્ફોટક સદીએ નરેનની સેન્ચુરીને ઢાંકી દીધી:કોલકાતા સામે રાજસ્થાનનો રોમાંચક વિજય

IPL 2024ની 31મી મેચમાં રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 2 વિકેટથી હરાવ્યું

IPL 2024ની 31મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હારનો સામનો કરવો પડ્યો છે. રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે તેમને 2 વિકેટે પરાજય આપ્યો હતો.

  બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી. આ મેચ પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં રહેલી બે ટીમો વચ્ચે હતી અને તેમાં રાજસ્થાનનો વિજય થયો હતો. તે પ્રથમ સ્થાને છે. હવે તેના ખાતામાં 7 મેચમાં 6 જીત છે. રાજસ્થાન 12 પોઈન્ટ પર પહોંચી ગયું છે.

  બીજી તરફ કોલકાતા 6 મેચમાં 4 જીત સાથે બીજા સ્થાને છે. તેને કુલ માત્ર 8 માર્કસ છે. કોલકાતાને બીજી હારનો સામનો કરવો પડ્યો છે.

  રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 223 રન બનાવ્યા હતા. તેના માટે સુનીલ નારાયણે 109 રનની ઇનિંગ રમી હતી. રાજસ્થાનને 224 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેઓએ 20 ઓવરમાં 8 વિકેટે 244 રન બનાવીને મેચ જીતી લીધી હતી. જોસ બટલરે 60 બોલમાં 107 રન બનાવ્યા હતા. તે અંત સુધી અણનમ રહ્યો અને ટીમને જીત તરફ દોરી ગયો.

કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં KKRએ શાનદાર પ્રદર્શન કર્યું અને રાજસ્થાન રોયલ્સને મોટો ટાર્ગેટ આપ્યો. KKRએ રોયલ્સ સામે 6 વિકેટે 223 રન બનાવ્યા હતા. સુનીલ નારાયણે શાનદાર સદી ફટકારી હતી. જવાબમાં રાજસ્થાન માટે બટલરે સદી ફટકારી હતી અને છેલ્લા બોલે મેચનો અંત આણ્યો હતો

  બટલરે એકલા લડવાનું ચાલુ રાખ્યું અને 55 બોલમાં સદી ફટકારી, આ સિઝનમાં તેની બીજી સદી. બટલર ક્રિઝ પર રહ્યો અને છેલ્લા બોલે પરત ફરીને રાજસ્થાન રોયલ્સને જીત અપાવી. રાજસ્થાને 8 વિકેટે 224 રન બનાવીને આ સિઝનમાં છઠ્ઠી જીત નોંધાવી હતી. બટલરે 60 બોલમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 107 રન બનાવ્યા હતા.

(12:20 am IST)