Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મશાલ લઈને રસ્તા પર ઉતાર્યા : પોલીસ સાથે ઘર્ષણ

આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી મોર્ચા CYSSના કાર્યકર્તા રસ્તા પર હાથમાં મશાલ લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી મોર્ચા CYSSના કાર્યકર્તા રસ્તા પર ઉતરી આવ્યા હતા. દિલ્હીના રસ્તા પર હાથમાં મશાલ લઈને પોતાનો વિરોધ વ્યક્ત જોવા મળ્યા. કથિત શરાબ કૌભાંડમાં ED દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની EDએ ધરપકડ કરી છે. હાથમાં મશાલ લઈને આપના કાર્યકર્તાઓએ આ ધરપકડ વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો હતો.

  મશાલ લઈને માર્ચ કરી રહેલા આપના છાત્ર કાર્યકર્તાઓને જ્યારે પોલીસ અટકાવ્યા તો પોલીસની સાથે તેમણે ઘર્ષણ પણ થઈ ગયું. કેજરીવાલના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલા આ કાર્યકર્તાઓને કાબૂ કરવા માટે પોલીસને પરસેવો વળી ગયો. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ એક વીડિયો શેર કર્યો છે જેમાં જોવા મળે છે કે કઈ રીતે પોલીસ પ્રદર્શનકારીઓ પર કાબૂ મેળવી રહી છે.

આપ સાથે જોડાયેલા છાત્ર વિંગના એક સભ્ય સર્વેશ મિશ્રાને જ્યારે પોલીસે કાબૂ કરવાનો પ્રયાસ કર્યો તો તેણે તેનો જોરદાર વિરોધ કર્યો અને કહ્યું- શું અમે પ્રદર્શન પણ ન કરી શકીએ. ત્યારે અન્ય આપ કાર્યકર્તાઓએ પણ પોલીસની આ કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યાહતા

આમ આદમી પાર્ટી હાલ લોકસભા ચૂંટણીને લઈને સંકલ્પ સભા આયોજિત કરાવે છે. આ રીતે પાર્ટીના નેતા દિલ્હીમાં અલગ અલગ લોકસભા ક્ષેત્રોમાં જઈને લોકોને સંકલ્પ અપાવે છે. પાર્ટીનું કહેવું છે કે 1 લાખ લોકોને સંકલ્પ અપાવવામાં આવશે અને આ લોકો ઘરે ઘરે જઈને લોકોને જણાવશે કે કેજરીવાલને ખોટા કેસમાં જેલમાં નાખવામાં આવ્યા છે.

આપ નેતા ગોપાલ રાયે કહ્યું- મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડનો લોકોમાં ભારે રોષ છે. તેમની ધરપકડ વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આમ આદમી પાર્ટીએ સંકલ્પ સભા કેમ્પેઈન શરુ કર્યું છે. અમે જેલનો જવાબ વોટથી આપીશું. આ 23 મે સુધી યથાવત રહેશે.

(12:00 am IST)