Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ઇઝરાયલના વડાપ્રધાન અને તેના પત્નીની ભૂલ સોશ્યલ મીડિયામાં મજાક બની

અમદાવાદ ;ઇઝરાયેલના વડાપ્રધાન અને તેની પત્નીની એક ભૂલને કારણે તેઓ સોશ્યલ મીડિયામાં મજાકને પાત્ર બન્યા છે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પત્ની સારા સાથે ગુજરાતની મુલાકાતે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાબરમતી આશ્રમ સુધી રોડ શો કર્યો અને ત્યાર બાદ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. ઈઝરાયલના વડાપ્રધાને ચરખો ચલાવ્યો,હતો અને ગાંધીજી સાથે જોડાયેલી વસ્તુઓ જોઈ હતી. આશ્રમની વિઝિટર્સ ડાયરીમાં પોતાના અનુભવ લખ્યાજેમાં . ડાયરીમાં લખેલા મેસેજમાં એક ભૂલ થતા સોશિયલ મીડિયામાં લોકો તેની મજા લઈ રહ્યા છે.

વાત એમ છે કે ડાયરીમાં ઇઝરાયેલી મહેમાન દ્વારા લખવામાં આવ્યું કે માનવતાના મહાન પયગંબર મહાત્મા ગાંધીના આશ્રામના દર્શન કરવા પ્રેરણાદાયક રહ્યું. આ સંદેશ અંગ્રેજી ભાષામાં લખ્યો. અંગ્રેજીમાં લખતા સમયે ગાંધીજીનો સ્પેલિંગ ખોટો લખાઇ ગયો.

આપને જણાવી દઇએ કે ચરખો ચલાવ્યા બાદ બંને દેશના નેતાઓએ પતંગ પણ ઉડાવ્યો, પીએમ મોદીએ આ દરમ્યાન પતંગ અંગે પણ માહિતી આપી હતી.

(11:35 pm IST)