Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ટ્રીબ્યુનના પત્રકાર પરનો હુમલો પ્રેસના સિધ્ધાંતો-સ્વતંત્રતા ઉપર

એફઆઇઆર નોંધવા ધ ઇન્ડિયન ન્યુઝપેપર સોસાયટીની માંગ

નવી દિલ્હી તા.૧૬ : ટ્રીબ્યુનના રીપોર્ટર ઉપર તાજેતરમાં થયેલા બેશરમીભર્યા હુમલાનો ધ ઇન્ડીયન ન્યુઝ પેપર સોસાયટીએ ગંભીર વિરોધ નોંધાવ્યો છે. આઇ.એન.એસ.ના તમામ સભ્યો વતી ધ ઇન્ડિયન ન્યુઝ પેપર સોસાયટીના સુશ્રી અકિલા ઉરંકરએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. ભોગ બનેલા ટ્રીબ્યુનના રીપોર્ટરએ આધાર કાર્ડ ડેટા લીક અંગેનો મહત્વનો રિપોર્ટ જનતાના વિશાળ હિતમાં લખ્યો હતો. જેને લઇ તેને નિશાન બનાવાયા હતા. પત્રકારત્વના સિધ્ધાંત અને સ્વતંત્રતા ઉપર આ હુમલો હોવાનો રોષ પ્રમુખ અકિલા ઉરંકર અને મંત્રી લવ સકસેનાએ પ્રગટ કરવા સાથે એફઆઇઆર નોંધવા માંગણી કરી છે.

(4:06 pm IST)