Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

'મોદીજીએ નોકરી આપવાનો વાયદો કર્યો જ નહોતો'

ભાજપના એક નેતા-નાણા રાજ્યમંત્રીનો દાવો

મુંબઈ તા. ૧૬ : ભારતીય બેંક ખાતામાં ૧૫ લાખ રુપિયા જમા કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇના વાયદાને ભાજપના અધ્યક્ષ અમિતભાઇએ ચૂંટણી જુમલો ગણાવ્યો હતો. હવે તેમની જ પાર્ટીના વરિષ્ઠ નેતા અને દેશના નાણાં રાજયમંત્રી શિવ પ્રતાપ શુકલાએ કહ્યું છે કે, મોદીજીએ નોકરી આપવાનો વાયદો કર્યો જ નહોતો, તેમણે રોજગાર આપવાની વાત કરી હતી. શુકલાએ દેશમાં વધતી મોંઘવારી અને નીચા આવતા વિકાસ દરને દુનિયાની સમસ્યા ગણાવ્યો.

સોમવારે 'સાહયાદ્રી'માં નાણાં રાજયમંત્રી શુકલાએ કહ્યું, 'મોદીજી લોકસભામાં ચૂંટણી પહેલા પોતાની સભાઓમાં કહેતા હતા કે અમે દર વર્ષે એક કરોડ લોકોને રોજગાર આપીશું, તેમણે નોકરી આપવાની વાત કરી હતી કે નહોતી કરી. નોકરીનો મતલબ સરકારી નોકરી ન થવો જોઈએ, પણ રોજગાર થવો જોઈએ.'

તેમણે જણાવ્યું, 'મને આ વાતનો ફરક છે, અને તેને દેશ પણ માને છે કે મોદીજી મુદ્રા યોજનાથી લગભગ ૧૦ કરોડથી વધુ લોકોને વ્યાજે રુપિયા આપીને રોજગાર શરુ કરાવવાનું કામ કર્યું છે. સ્ટાર્ટઅપ યોજનાથી દેશને ફાયદો થઈ રહ્યો છે.'

નોંધનીય છે કે, ૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન રોજગારી, કૌભાંડો, પાકિસ્તાન વગેરે મહત્વના મુદ્દા રહ્યા હતા. આ દરમિયાન યુવાનો પણ મોદીની રોજગારી અંગેની વાતો અને બેંકમાં રુપિયા જમા થવાની વાતથી ખુશ હતા. રોજગારીના મુ્દ્દે મોદીને લોકોનો સૌથી વધુ સાથ મળ્યો હોવાનું કેટલાક સર્વેમાં પણ સામે આવ્યું હતું.(૨૧.૨૧)

(10:52 am IST)