Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

અભયભાઈ ઉપર 'ઈકમો' ટ્રીટમેન્ટ શરૂં: સારા પરિણામ

એકાદ મહિના સુધી પ્રોસીજર ચાલવા સંભવઃ ફેંફસામાં જમા થતો કાર્બન ડાયોકસાઈડ નિયંત્રીત થવા લાગ્યો

રાજકોટ,તા.૧૬: સૌરાષ્ટ્રના ખુબ જ મોટા ગજાના ધારાશાસ્ત્રી અને રાજયસભાનાા ભારતીય જનતા પક્ષના સાંસદ તથા તત્કાલીન લોકમીશન ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી અભયભાઈ ભારદ્વાજને કોરોના વાયરસની ગંભીર અસરો હેઠળ રાજકોટની સિવીલ- કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. તેમને હાઈ ડાયાબીટીઝ છે અને ફેંફસાની ગંભીર તકલીફો સર્જાતા સાવચેતીરૂપે વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. દરમિયાન ગઈકાલે અમદાવાદના કોવિદ નિષ્ણાતોની ટીમે અભયભાઈને ચેક કર્યા બાદ તેમના ઓકિસજનનું લેવલ ૯૦-૯૨-૯૪ વચ્ચે  નોર્મલ આસપાસ રહેલું હોવાનું જણાવેલ પરંતુ તેમના ફેંફસામાં કાર્બનનું પ્રમાણ જે ૩૫ થી ૫૦ના સ્કેલમાં રહેવું જોઈએ. તે ૧૩૫ સુધી પહોંચી જતા અને લોહી ઘટ્ટ થઈ ગયું હોય ચિંતાજનક સ્થિતી સર્જાયો.

આજે સવારે સૌરાષ્ટ્ર ભાજપના પ્રથમ હરોળના અગ્રણી અને અભયભાઈના લઘુબંધુ શ્રી  નિતીનભાઈ ભારદ્વાજનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે સવારથી ડો.સમીર ગામી અને તેમની ટીમના ડોકટરોની ટીમો ફેંફસામાં કાર્બન ડાયોકસાઈડનું લેવલ નોર્મલ કરવાની ''ઈકમો'' ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે અને તેના પરિણામે ખૂબ સારા છે. ફેંફસામાં ઓકિસજનનું પ્રમાણ હવે જળવાઈ રહે છે સાથે કાર્બનનું પ્રમાણ જે વધી ગયેલ તે ઘટવા લાગ્યું છે.

શ્રી નિતીનભાઈએ અકિલાને જણવાલેવ કે આ પ્રોસીજર એકાદ મહિનો ચાલશે અને ડોકટરોને શ્રધ્ધા છે કે સફળતાપૂર્વક આ ક્રાઈસીસમાંથી બહાર નિકળી જવાશે. અભયભાઈની સ્વસ્થતા માટે સહુ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે. તેમનો સહુનો ભારદ્વાજ પરિવારે આભાર માન્યો છે. ઓકિસજન અને કાર્બન લેવલ હવે નોર્મલ તરફ આવતું જાય છે. તે રાહતની નિશાની છે.

નિતીનભાઈએ વધુમાં જણાવેલ કે સુરતના તબીબો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર અભયભાઈને ઉપલબ્ધ હોય અન્યત્ર ખસેડવામાં આવશે નહીં.

આ લખાય છે ત્યારે સુરતના ફેંફસાના સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની ટીમ ભારે જહેમત ઉઠાવી અભયભાઈની સારવાર કરી રહ્યા છે. રાજકોટના નામાંકિત ડોકટરો અને સિવીલના નિષ્ણાતો સતત સાથે છે.(૪૦.૪)

પાંચ સિનિયર મોસ્ટ તબીબો અભયભાઈની સારવાર કરી રહ્યા છે

(૧) ડો.અતુલ પટેલ (અમદાવાદ)

(૨) ડો.તુષાર પટેલ (અમદાવાદ)

(૩) ડો.આનંદ શુકલ (અમદાવાદ)

(૪) ડો.સમીર ગામી (સુરત)

(૫) ડો.હરેશ (સુરત)

(11:43 am IST)
  • ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલવાની શક્યતા નહિવત : રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઇ ડેપ્યુટી સી.એમ.દિનેશ શર્માનો નિર્દેશ : કેન્દ્ર સરકારે અનલોક 4 માં 21 સપ્ટે.થી સ્કૂલો ખોલવાની મંજૂરી આપી હોવા છતાં રાજ્ય સરકાર અસંમત : વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો હેતુ access_time 12:20 pm IST

  • સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST

  • મોડી રાત્રે અત્યારે કચ્છ બાજુ ભૂજ સહિતના વિસ્તારો ઉપર વાદળોના ગંજ ખડકાયા હોવાનું ઇન્સેટ તસ્વીરમાં દર્શાય છે. સૌરાષ્ટ્ર ઉપર પણ સામાન્ય વાદળાઓ મંડરાઈ રહયા છે access_time 10:50 pm IST