Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

કોવિડ-૧૯ વચ્‍ચે પ્રથમ વખત સાંસદોએ સંસદમાં ઉપસ્‍થિતિ નોંધ કરાવવા માટે એપનો ઉપયોગ કર્યો

સોમવારથી શરૂ થયેલ સંસદના ૧૮ દિવસીય ચોમાસુ સત્રમાં સાંસદોએ પ્રથમ વખત એટેંડેંસ રજિસ્‍ટર નામની એપ દ્વારા પોતાની ઉપસ્‍થિતિની નોંધ કરાવી. આ એપ કોવિડ-૧૯ સંક્રમણને જોતાં બનાવી છે જેથી સાંસદોને ઉપસ્‍થિતિ રજીસ્‍ટરને અડવું ના પડે. ઉપસ્‍થિતિનીનોંધ કરવા માટે સાંસદોને સંસદમાં હાજર હોવું અનિવાર્ય છે રાષ્‍ટ્રીય સુરક્ષા વિજ્ઞાન કેન્‍દ્રએ આ એપ બનાવી છે.

(12:00 am IST)
  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • દેશમાં કોરોનાનો વધતો કહેર : રાત્રે 11-45 વાગ્યા સુધીમાં નવા 91.016 પોઝીટીવ કેસ નોંધાયા :1280 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 50.17.930 થઇ :9,96,079 એક્ટીવ કેસ :વધુ 82,802 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 39.39,048 રિકવર થયા : વધુ 1280 લોકોના મોત સાથે મૃત્યુઆંક 82,088 થયો access_time 12:23 am IST

  • દેશમાં ૪,૯૮૨ આઈપીએસ અધિકારીઓ : ૧લી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ દેશમાં આઈપીએસ (પોલીસ ઓફીસરો)ની સંખ્યા ૪,૯૮૨ હતી તેમ મોદી સરકારે સંસદમાં જણાવ્યુ access_time 11:17 am IST