Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

લોર્ડઝ ટેસ્ટમાં ભારતનો ભવ્ય વિજય : ઇંગ્લેન્ડને 120 રનમાં સમેટ્યું : સિરીઝમાં 1-0 થી આગળ

ટિમ ઇન્ડિયાની 151 રને ઐતિહાસિક જીત : ભારતે 298 રને ડિક્લેર કરીને ઇંગ્લેન્ડને 272 રનનો લક્ષ્યાંક આપ્યો હતો :ભારતીય બોલરો સામે ઇંગ્લેન્ડ ઘુંટણીયે : સિરાજે ચાર વિકેટ ઝડપી

ભારત અને ઇંગ્લેન્ડ  વચ્ચે રમાઇ રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ લોર્ડઝ ના મેદાન પર રમાઇ હતી. બીજી ટેસ્ટ મેચ  ભારતે શાનદાર વિજય મેળવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ઈંગ્લેન્ડને 151 રનથી હરાવ્યું હતું. લોર્ડ્સ ખાતે રમાયેલી આ મેચમાં બંને ટીમો વચ્ચે પાંચ દિવસ સુધી દિલધડક મેચમાં ટીમ ઈન્ડિયાએ મેચના 5 માં દિવસે ઈંગ્લેન્ડ પર પ્રભુત્વ જમાવ્યું અને પાંચ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે .

  ટેસ્ટ મેચના અંતિમ દિવસે ટીમ  ઇન્ડિયાની 151 રને ઐતિહાસિક જીત થઇ છે  ભારતે 298 રને ડિક્લેર કરીને ઇંગ્લેન્ડને 272 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેમાં ઇંગ્લેન્ડની ટિમ 120 રનમાં ઓલ આઉટ થઇ હતી મેચમાં સિરાજે ચાર વિકેટ ઝડપી હતી 

ભારતીય બોલરોએ બીજી ઇનિંગ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું.  મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને ઇશાંત શર્માએ ઇંગ્લેન્ડના બેટ્સમેનોને હંફાવ્યા હતા 
 ભારતીય ટીમે રવિન્દ્ર જાડેજાના રૂપમાં ચાર ઝડપી બોલરો અને એક સ્પિન બોલર સાથે આ મેચમાં હાથ ઉપર રહ્યો હતો પ્રથમ દાવમાં મોહમ્મદ સિરાજે 4, ઇશાંત શર્માએ 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી.
 બીજી ઇનિંગ્સમાં, બુમરાહે રોરી બર્ન્સને પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર શૂન્ય પર આઉટ કર્યો હતો આ પછી ઈંગ્લેન્ડની ટીમનો કોઈ બેટ્સમેન ક્રિઝ પર પગ વધુ સમય ટકાવી શકાય નથી

 બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે સૌથી વધુ 33 રન બનાવ્યા હતા.

બીજી ટેસ્ટ મેચમાં પાંચમો અને અંતિમ દિવસ ખૂબ જ રોમાંચક રહ્યો હતો, જ્યાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીતવા માટે 272 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  જેના જવાબમાં યજમાન ટીમ માત્ર 120 રનમાં સમેટાઈ ગઈ હતી.  આ સાથે ભારતે આ 5 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.  શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે ડ્રો રહી  હતી

(11:25 pm IST)