Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અમેરિકી દૂતાવાસને ખાલી કરાવાયું : રાજદ્વારીઓને એરપોર્ટ પર ખસેડાયા : ધ્વજ નીચે ઉતારી દેવાયો

અન્ય પશ્ચિમી દેશોએ પણ તેમના દૂતાવાસો બંધ કરી દીધા

અમેરિકી દૂતાવાસને ખાલી કરાવવામાં આવ્યું છે અને અમેરિકન ધ્વજ નીચે ઉતારી દેવામાં આવ્યો છે. રાજદ્વારીઓને એરપોર્ટ પર ખસેડવામાં આવ્યા છે. અન્ય પશ્ચિમી દેશોએ પણ તેમના દૂતાવાસો બંધ કરી દીધા છે અને તેના કર્મચારીઓ અને નાગરિકોને પરત બોલાવી રહ્યા છે.

અફધાનિસ્તાન પર કબજો જમાવવા માટે તાલિબાનો જે ઝડપથી આગળ વધી રહ્યા છે તેને જોઈને અમેરિકી અધિકારીઓ પણ સ્તબ્ધ છે. કારણકે અમેરિકી સૈન્યોએ અંદાજ લગાવ્યો હતો કે તેમને (તાલિબાન) રાજધાની પર કબજો કરવામાં મહિનાઓ વીતી જશે.

(10:11 pm IST)