Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

કાયદાના નિષ્ણાંત ગણાતા વકીલો ખુદ કાયદાની મર્યાદા ચુક્યા : અવધ બાર એસોસિએશનની ચૂંટણી દરમિયાન હંગામો : બેલેટ પેપર ફાડ્યા, મહિલા વકીલોને ધક્કા માર્યા અને તેમની સાથે ગેરવર્તન કર્યું : અલ્હાબાદ હાઇકોર્ટે જાતે નોંધ લઇ વકીલોના ગેરકાયદે વર્તન બદલ નારાજગી વ્યક્ત કરી : રિટર્નિંગ ઓફિસરનો ખુલાસો માંગ્યો : આગામી મુદત 18 ઓગસ્ટના રોજ

અલ્હાબાદ : કાયદાના નિષ્ણાંત ગણાતા વકીલો ખુદ કાયદાની મર્યાદા ચુક્યાનો બનાવ તાજેતરમાં બન્યો છે જે મુજબ 14 ઓગસ્ટના રોજ થયેલી અવધ બાર એસોસિએશનની ચૂંટણી દરમિયાન બેલેટ પેપર ફાડી નાખવાના બનાવો બન્યા હતા.તેમજ , મહિલા વકીલોને ધક્કામારી તેમની સાથે ગેરવર્તન કરાયું હતું.

અલ્હાબાદ હાઇકોર્ટ (લખનૌ બેન્ચ) એ ચૂંટણી દરમિયાન વકીલો/ઉમેદવારો તથા તેમના સમર્થકો દ્વારા કરાયેલા અણઘડ વર્તનની જાતે નોંધ લીધી છે . તથા આ દરમિયાન થયેલા હંગામા બદલ નારાજગી વ્યક્ત કરી છે.

આ ઝપાઝપીમાં એક વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અને તેના  હાથમાં  ફ્રેક્ચર થઇ ગયું હતું.  એક વકીલને હાર્ટ એટેક આવી ગયો હતો. હાઇકોર્ટની બાર ચૂંટણી દરમિયાન આ પ્રકારની ઘટનાઓ સાંભળવી ખરેખર આઘાતજનક છે. તે બાબતની નામદાર કોર્ટે ગંભીર નોંધ લીધી હતી.

હાઇકોર્ટની જગ્યામાં થયેલી આ ઘટનાને ધ્યાનમાં લઇ કોર્ટે રિટર્નિંગ ઓફિસર, વી.કે.શાહીને ઘટના અંગેનો રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો હતો. આગામી સુનાવણી 18 ઓગસ્ટના રોજ રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:44 pm IST)