Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

યસ બેંક ફ્રોડ : ગૌતમ થાપરની ધરપકડને પડકારતી પિટિશન દિલ્હી હાઇકોર્ટમાં દાખલ : નામદાર કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો

ન્યુ દિલ્હી : યસ બેંક ફ્રોડ (ગૌતમ થાપર વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ) ના અનુસંધાને તેની ધરપકડને પડકારતી બિઝનેસમેન ગૌતમ થાપર દ્વારા દાખલ કરવામાં આવેલી બે અરજીઓ પર દિલ્હી હાઇકોર્ટે સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.

થાપરે રજૂઆત કરી હતી કે તેની ધરપકડ ગેરકાયદેસર છે કારણ કે તેને 24 કલાકની અંદર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો ન હતો. તેણે એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ECIR) ની એક નકલ અને તેની ધરપકડ પહેલા તૈયાર કરેલી ચેકલિસ્ટ આપવા માટે પણ વિનંતી કરી હતી,  કે જે તેને આપવામાં આવ્યું નહોતું.

ઇડી વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ વી રાજુએ જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. જે માટે તેમને 27 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:05 pm IST)