Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

મલેશિયાના વડા પ્રધાન મોહિઉદ્દીન યાસીને રાજાને રાજીનામું આપી દીધું

દેશના વડાપ્રધાન તરીકે સૌથી ઓછો સમય રહેનારા નેતા : વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહેલા દેશમાં હવે રાજકીય સંકટ ઉભુ થયું, નેતાઓની વચ્ચે ઉચ્ચ પદ માટે હોડ શરૃ

કુઆલાલંપુર, તા.૧૬ : મલેશિયાના વડા પ્રધાન મોહિઉદ્દીન યાસીને સત્તા સંભાળ્યાના ૧૮ મહિના કરતા પણ ઓછા સમયમાં સોમવારે મલેશિયાના રાજાને રાજીનામુ સોંપી દીધુ. તેઓ દેશની સત્તામાં સૌથી ઓછા સમય સુધી આસીન રહેનારા નેતા બની ગયા છે. તેઓ માર્ચ ૨૦૨૦માં વડા પ્રધાન બન્યા હતા.

અગાઉ તેમણે સ્વીકાર કર્યો હતો કે શાસન કરવા માટે આવશ્યક બહુમતનુ સમર્થન તેમણે પ્રાપ્ત નથી. વિજ્ઞાન મંત્રી ખૈરી જમાલુદ્દીને ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ, મંત્રીમંડળે રાજાને રાજીનામુ સોંપી દીધુ છે. અગાઉ યાસીન સોમવારે મલેશિયાના રાજાને મળવા રાજમહેલ પહોંચ્યા હતા. જે બાદ તેમણે રાજીનામુ આપી દીધુ. નાયબ ખેલ મંત્રી વાન અહેમદ ફયહસલ વાન અહેમદ કમાલે ફેસબુક પર પોસ્ટ લખી જેમાં મુહિઉદ્દીનના નેતૃત્વ અને સેવા માટે તેમના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.

પહેલાથી વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ સામે ઝઝૂમી રહેલા દેશમાં હવે રાજકીય સંકટ પણ ઉભુ થયુ છે. નેતાઓની વચ્ચે ઉચ્ચ પદ માટે હોડ શરૃ થઈ ગઈ છે અને નાયબ વડા પ્રધાન ઈસ્માઈલ સાબરી સમર્થન એકત્ર કરી રહ્યા છે.

મુહિઉદ્દીને એવા સમયે રાજીનામુ આપ્યુ છે જ્યારે મહામારીમાંથી નિકાલ કરવાને લઈને જનતામાં રોષ વધતો જઈ રહ્યો છે. દુનિયામાં સૌથી વધારે સંક્રમણ દરવાળા દેશોમાંથી એક મલેશિયા છે, મહિને સંક્રમણના દૈનિક નવા કેસ ૨૦,૦૦૦ના પાર ચાલ્યા ગયા છે. તે પણ ત્યારે જ્યારે દેશમાં સાત મહિનાથી મુશ્કેલી સ્થિતિ ચાલી રહી છે અને સંક્રમણ સામે નિવારણ માટે જૂનથી અહીં લોકડાઉન લાગી ગયુ છે.

સ્થાનિક મીડિયાની જાહેરાત અનુસાર રાષ્ટ્રીય પોલીસ પ્રમુખ, ચૂંટણી પંચના અધ્યક્ષ અને એટર્ની જનરલે મહેલમાં બોલાવવામાં આવ્યુ હતુ. જે બાદ મુહિઉદ્દીન ત્યાં પહોંચ્યા હતા. મુહિઉદ્દીનની સરકાર ઘણા ઓછા બહુમત પર ચાલી રહી હતી અને ગઠબંધનના સૌથી મોટા દળના ૧૨થી વધારે સાંસદનુ સમર્થન પાછુ લીધા બાદ સરકાર અંતતઃ પડી ગઈ. યુનાઈટેડ મલય નેશનલ ઑર્ગેનાઈઝેશનના બે મંત્રીઓએ પણ રાજીનામુ આપી દીધુ.

મલેશિયાના સંવિધાન અનુસાર બહુમત સમર્થન ખોનારા વડા પ્રધાને રાજીનામુ આપી દીધુ છે અને મલેશિયાના રાજા નવા નેતાએ નિયુક્ત કરી શકે છે. સૌથી મોટા વિપક્ષી ગઠબંધને પોતાના નેતા અનવર ઈબ્રાહીમે વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે નામિત કરવામાં આવ્યા છે પરંતુ ત્રણ દળોના ગઠબંધનની પાસે માત્ર ૯૦ સાંસદ છે જ્યારે સરકાર બનાવવા માટે ૧૧૧ સાંસદોની જરૃરિયાત છે. માનવામાં આવી રહ્યુ હતુ કે મુહિઉદ્દીનને ૧૦૦ સાંસદોનુ સમર્થન પ્રાપ્ત છે.

(7:30 pm IST)