Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખને વચગાળાની સુરક્ષા આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર : કાયદાની મર્યાદામાં રહીને તમે યોગ્ય લાગે તે ઉપાયો કરી શકો છો : જસ્ટિસ એ એમ ખાનવિલકરની અધ્યક્ષતા સાથેની ખંડપીઠનું મંતવ્ય

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે આજરોજ સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને  કોઇપણ પ્રકારની વચગાળાની સુરક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો.જસ્ટિસ એ એમ ખાનવિલકરની અધ્યક્ષતા સાથેની ખંડપીઠએ જણાવ્યું હતું કે કાયદાની મર્યાદામાં રહીને તમે યોગ્ય લાગે તે ઉપાયો કરી શકો છો .

 ED એ દેશમુખને મની લોન્ડરિંગ કેસમાં હાજર થવા માટે નોટિસ પાઠવ્યા બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં વચગાળાની સુરક્ષા માટે અરજી કરી હતી.દેશમુખને  ED દ્વારા આ પ્રકારની ત્રીજી નોટિસ આપવામાં આવી હતી.જેના અનુસંધાને તેઓએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી મંજુર કરવાનો નામદાર કોર્ટે ઇન્કાર કર્યો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:19 pm IST)