Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અફઘાનિસ્તાનમાં ફસાયેલા 500 ભારતીયોને લઈને કાબૂલથી દિલ્હી આવવા નીકળ્યું ઈન્ડીયન એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર

રાત્રે ભારતીય નાગરિકોને લઇ દિલ્હી પરત ફરશે : ભારતીય વાયુસેનાનું વિમાન પાકિસ્તાન નહીં ઈરાન થઈને કાબુલ પહોંચ્યું

નવી દિલ્હી :  અફઘાનિસ્તાને પોતાનું હવાઈમથક બંધ નાગરિક વિમાનો માટે બંધ કર્યુ છે. પરંતુ મિલેટ્રીના વિમાનો દ્વારા હજી પણ લોકોને નિકાળવામાં આવ્યાં છે. જે હેઠળ ભારતીય વાયુસેનાનું વિમાન સોમવારે બપોરે કાબુલ પહોંચ્યુ હતું. ત્યારબાદ અત્યારે કાબુલથી ભારતીય વિમાને ટેકઓફ કર્યુ છે. આજ રાત સુધીમાં ભારતીય નાગરિકોને દિલ્હીમાં પરત લઈને આવશે. આ વિમાનમાં ભારતીય દુતાવાસના કર્મચારી અને તેમના પરિવારો પણ હશે. અમેરિકન સૈન્ય તરફથી ઘણાં દેશોના નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી પાછા લાવવામાં મદદ કરવામાં આવી રહી છે.

  કાબુલ પહોંચેલુ ભારતીય વાયુસેનાનું વિમાન પાકિસ્તાનના હવાઈમથકથી ગયુ નથી. પરંતુ ઈરાન થઈને કાબુલ પહોંચ્યુ છે. એક મહિના પહેલાં જ્યારે ભારતીય વાયુસેનાનું વિમાન કંધાર સ્થિત ભારતીય કોન્સ્યુલેટથી અધિકારીઓને લઈને આવી રહ્યું હતું ત્યારે પાકિસ્તાને ફ્લાઈટને પોતાના હવાઈમથકમાંથી જવાની મંજૂરી આપી નહોતી. કાબુલ એરપોર્ટ પર લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે અને અફરાતરફરીનો માહોલ ફેલાયો છે. તમામ વિદેશી નાગરિકો સિવાય મોટી સંખ્યામાં એવા અફઘાન છે, જે પોતાના વતનને છોડીને નિકળવા ઈચ્છે છે. એરપોર્ટ પર ફાયરિંગ પણ થઈ અને તેમાં 5 લોકોના મોતના અહેવાલ છે

સરકારી અધિકારીઓ મુજબ, અફઘાનિસ્તાનમાં એકલા રાજદૂતો અને તેના સુરક્ષાકર્મીઓની સંખ્યા 200ની નજીક છે. જે ત્યાંથી નિકળ્યાં બાદ મદદની રાહ જોઈ રહ્યાં છે. આ સિવાય અમુક ભારતીય નાગરિકો પણ છે. એક અધિકારીએ કહ્યું કે, સ્ટાફને દૂતાવાસમાંથી કાઢીને એરપોર્ટના પરિસર સુધી લાવવા પડકારજનક છે.

(7:08 pm IST)