Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

સમાન કામ માટે સમાન વેતન એ મૂળભૂત અધિકાર નથી પરંતુ બંધારણીય ધ્યેય છે : બંધારણની કલમ 14 હેઠળ પૂર્ણ સમયના શિક્ષકોની સમકક્ષ વેતન આપવાની પ્રશિક્ષકોની અરજી બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે ફગાવી

મુંબઈ : બંધારણની કલમ 14 હેઠળ પૂર્ણ સમયના શિક્ષકોની સમકક્ષ વેતન આપવાની ન્યૂનતમ યોગ્યતા વ્યાવસાયિક અભ્યાસક્રમ (MCVC) પ્રશિક્ષકોની અરજી બોમ્બે હાઇકોર્ટની નાગપુર ખંડપીઠે ફગાવી દીધી છે. જેના કારણમાં જણાવાયા મુજબ સમાન કામ માટે સમાન વેતન એ મૂળભૂત અધિકાર નથી પરંતુ બંધારણીય ધ્યેય છે .

જસ્ટિસ એસ.બી.શુક્રે અને આરબી દેવની બેન્ચે નોંધ્યું હતું કે "સમાન કામ માટે સમાન પગાર" નો સિદ્ધાંત આદર્શ વિચાર છે જે હાલની તકે મૂળભૂત હક્ક નથી પણ બંધારણીય ધ્યેય છે .

તેઓએ જણાવ્યું હતું કે પગાર ધોરણમાં સમાનતાનો અધિકાર ઘણા પરિબળો પર આધારિત છે જેમ કે શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર , નોકરી દરમિયાન બજાવવાની ફરજો, નિભાવવાની જવાબદારીઓ અને અનુભવ સહિતના પરિબળો ઉપર આધાર રાખે છે.પોસ્ટ્સનું હોદ્દો સરખામણી માટે એકમાત્ર આધાર હોઈ શકે નહીં, ”કોર્ટે કહ્યું.

અરજદારો, જેઓ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની કોલેજોમાં એમસીવીસી વર્ગ અગિયારમા અને બારમા ધોરણના પ્રશિક્ષકો છે, તેઓએ દાવો કર્યો હતો કે તેમનું કાર્ય પૂર્ણ-સમયના શિક્ષકો જેવું જ હતું જે સમાન અથવા સમાન સ્તરની ડિગ્રી ધરાવતા અભ્યાસક્રમો પણ ભણાવતા હતા.

મહારાષ્ટ્ર સરકારે ઇન્ડસ્ટ્રીઅલ કોર્ટ અકોલા દ્વારા નિયુક્ત કમિશનરના અહેવાલ પણ કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો.  જેમાં રેકોર્ડ પરના પુરાવાઓ દર્શાવે છે કે પૂર્ણ સમયનાઇન્સ્ટ્રકટર અને પૂર્ણ સમયના શિક્ષકને સોંપેલ કામ, ફરજો અને જવાબદારીઓ અલગ છે.જેને ધ્યાને લઇ બોમ્બે હાઇકોર્ટની નાગપુર ખંડપીઠે શિક્ષકોની અરજી ફગાવી દીધી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:56 pm IST)