Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

ઉઝબેકિસ્તાનની સીમામાં ઘૂસેલા અફઘાની વિમાનને તોડી પડાયું :કોઈ જાનહાની નહીં

ગેરકાયદેસર રીતે ઘુસી આવ્યું હોવાથી તોડી પડાયું હતું :ઉઝબેકિસ્તાન: વિમાન દુર્ઘટનામાં અફઘાન સેનાના બે અધિકારીઓને ઈજા પહોંચી

નવી દિલ્હી :  તાલિબાનોના હાથમાં અફઘાનિસ્તાન આવ્યા બાદ સ્થિતિ ગંભીર બની છે અને નાગરિકો પોતાનો જીવ બચાવવા ભાગદોડ કરી રહ્યા છે ત્યારે અફઘાની સેનાનું વિમાન ક્રેશ થયું છે આ વિમાનમાં સવાર થયેલા કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

ઉઝબેકિસ્તાનના મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે અફઘાન સેનાનું વિમાન ગેરકાયદેસર રીતે ઉઝબેકિસ્તાનની સીમામાં ઘુસી આવ્યું હતું. અમારી હદમાં ગેરકાયદેસર રીતે ઘુસી આવ્યું હોવાથી તેને તોડી પડાયું હતું. વિમાનમાં અફઘાન સેનાના બે અધિકારીઓ હોવાનું પણ જણાવાય છે. વિમાન દુર્ઘટનામાં અફઘાન સેનાના બે અધિકારીઓને ઈજા પહોંચી હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું.

અફઘાનિસ્તનમાં પરિસ્થિતી હાલ એવી ભયાનક છે કે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. સોશિયલ મીડિયામાં અમુક વીડીયો વાયરલ થી રહ્યા છે. જેમા લોકો પ્લેનમાં લટકીને જઈ રહ્યા હતા. પરંતુ વિમાન હવામાં આવતા તેઓ જમીન પર પટકાયા તેવી આશંકા સેવાઈ રહી છે. આ લોકો C-17 વિમાનમાં લટકીને જઈ રહ્યા હતા તેવી માહિતી સામે આવી છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી

(6:55 pm IST)