Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

નરેન્‍દ્રભાઇ મોદી ટોક્‍યો ઓલિમ્‍પિકમાં સામેલ ખેલાડીઓને રૂબરૂ મળ્‍યાઃ નાસ્‍તો કર્યોઃ રમતગમત મંત્રીએ આપેલ વચન પાળ્‍યુ

પી.વી. સિધુ સાથે આઇસ્‍ક્રીમ ખાવાનું વચન પણ વડાપ્રધાને પાળ્‍યુ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટોક્યો ઓલિમ્પિકમાં સામેલ થયેલા ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને તેમની સાથે બ્રેકફાસ્ટ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ ટોક્યોથી ગોલ્ડ મેડલ લાવનારા નારજ ચોપરાને ચૂરમું ખવડાવ્યું. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ સાથે આઈસ્ક્રિમ ખાધો. ઓલિમ્પિક ખેલાડીઓના સન્માનમાં આ કાર્યક્રમ પ્રધાનમંત્રીના અધિકૃત નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર રાખવામાં આવ્યો હતો.

(4:35 pm IST)