Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અફઘાનિસ્તાનમાં તાલીબાનના કબ્જાથી કાશ્મીરમાં ચિંતા પ્રસરી

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા. ૧૬ :. લગભગ ૨૦ વર્ષ બાદ અફઘાનિસ્તાનમાં તાલીબાનનો કબ્જો આવતા કાશ્મીરમાં સુરક્ષા દળોમાં પ્રસરી ગઈ છે. ૧૯૯૦ના દસકામાં અફઘાન મુઝાહીદ્દીનો સાથે ઘણા વર્ષો સુધી લડી ચુકયુ છે, પરંતુ આધુનિક તાલીબાનો સાથે લડવા અંગે ચિંતા પ્રસરી છે. કાશ્મીરમાં ૩૨ વર્ષના ૨૫૦૦૦થી આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે. જેમાં લગભગ ૧૦૦૦ જેટલા અફઘાન મુઝાહીદ્દીન એટલે કે તાલીબાની આતંકી હતા.

વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે, ભારતીય સુરક્ષા દળો માટે આતંક ફેલાવનાર કોઈપણ દેશના આતંકવાદીઓ તેમને મારીને દેશને આતંકવાદી મુકત કરવા સદાય તત્પર હોય છે.

(4:16 pm IST)