Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

કોરોનાના એકિટવ કેસ ૧૪૫ દિવસ બાદ સૌથી ઓછા નોંધાયા : કેરળે ચિંતા વધારી

૨૪ કલાકમાં ૩૨,૯૩૭ લોકો સંક્રમિત થયાઃ ૪૧૭ દર્દીઓનાં મોત

નવી દિલ્હી, તા.૧૬: દેશમાં કેરળ બાદ મહારાષ્ટ્ર અને તમિલનાડુ કોરોના મામલે ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૧૮ હજારથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર માં ૪ હજારથી વધુ અને તમિલનાડુ માં ૨ હજારની આસપાસ લોકો સંક્રમિત થયા છે. બીજી તરફ, રાહતની બાબત એ છે કે સતત ત્રીજા દિવસે મૃત્યુઆંક  ૫૦૦થી નીચે નોંધાયો છે. આ ઉપરાંત સતત ત્રીજા દિવસે નવા કેસોની સંખ્યા ૪૦ હજારથી નીચે રહી છે. એકિટવ કેસ પણ ઘટી રહ્યા છે અને ૧૪૫ દિવસના નીચલા સ્તરે આવી ગયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૨,૯૩૭ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૧૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૨૨,૨૫,૫૧૩ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૫૪,૫૮,૫૭,૧૦૮ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારના ૨૪ કલાકમાં ૧૭,૪૩,૧૧૪ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.

(3:47 pm IST)