Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

મોદી સરકારના મહિલા મંત્રીમંડળમાં મીનાક્ષી લેખી સૌથી ધનિક : ૩૬ કરોડની સંપત્તિ

નવી દિલ્હી તા. ૧૬ : નરેન્દ્ર મોદી સરકારે ૭ જુલાઈ ૨૦૨૧ના રોજ તેના બીજા કાર્યકાળનું પ્રથમ વિસ્તરણ કર્યું. આ કેબિનેટમાં ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાથે જ મહિલાઓનું કદ પણ વધારવામાં આવ્યું છે. અત્યારે મોદી કેબિનેટમાં ૧૧ મહિલા મંત્રીઓ છે. ઘણા નવા મહિલા મંત્રી બનાવવામાં આવ્યા છે.

સ્મૃતિ ઈરાની- સ્મૃતિ ઈરાની પાસે ૧૧ કરોડ રૂપિયાથી વધુની સંપત્ત્િ। છે. સ્મૃતિ ઈરાની કેન્દ્ર સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી છે. (૨૦૧૯ ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને આપેલા સોગંદનામા મુજબ માહિતી આપવામાં આવી છે)

મીનાક્ષી લેખી- ભાજપના વરિષ્ઠ નેતા મીનાક્ષી લેખી પાસે ૩૬ કરોડ રૂપિયાથી વધુની સંપત્ત્િ। છે. અત્યારે તેઓ વિદેશ રાજય મંત્રી છે. (૨૦૧૯ ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને આપેલા સોગંદનામા મુજબ માહિતી આપવામાં આવી છે)

અનુપ્રિયા પટેલ- ભારતના વાણિજય અને ઉદ્યોગ રાજય મંત્રી અનુપ્રિયા પટેલ પાસે ૨ કરોડથી વધુની સંપત્તિ છે. (૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને આપેલા સોગંદનામા મુજબ માહિતી આપવામાં આવી છે)

દર્શના જરદોશ- કેન્દ્રીય રેલવે અને કાપડ રાજય મંત્રી દર્શના જરદોશ પાસે ૨ કરોડથી વધુની સંપત્તિ છે. (૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને આપેલા સોગંદનામા મુજબ માહિતી આપવામાં આવી છે)

પ્રતિમા ભૌમિક- કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજય મંત્રી પ્રતિમા ભૌમિક પાસે ૬ લાખ રૂપિયાથી વધુની સંપત્તિ છે. (૨૦૧૯ ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને આપેલા સોગંદનામા મુજબ માહિતી આપવામાં આવી છે)

નિર્મલા સીતારમણ- દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે ૨ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. (ચૂંટણી પંચને આપેલા સોગંદનામા મુજબ માહિતી આપવામાં આવી છે)

દર્શના જરદોશ- કેન્દ્રીય રેલવે અને કાપડ રાજય મંત્રી દર્શના જરદોશ પાસે ૨ કરોડથી વધુની સંપત્ત્િ। છે. (૨૦૧૯ ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને આપેલા સોગંદનામા મુજબ માહિતી આપવામાં આવી છે)

(3:45 pm IST)