Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

ભારતની અધ્યક્ષતામાં આજે અફઘાનિસ્તાન લઇને સંયુકતરાષ્ટ્ર સુરક્ષા પરિષદની મોટી બેઠક

કાબુલ એરપોર્ટ પર ફાયરીંગ બાદ અફરાતફરીની સ્થિતિ બાદ

નવી દિલ્હી, તા.૧૬: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જાની વચ્ચે કાબુલ એરપોર્ટ પર હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે. અનેક દેશોના રાજનાયિકોને પણ કાબુલ એરપોર્ટ પરથી બચાવીને લઈ જવાઈ રહ્યા છે. તાલિબાનના કબ્જા બાદ કાબુલ એર પોર્ટ પર ફાયરિંગના સમાચાર મળ્યા છે. જો કે અત્યાર સુધી ગોળીબારીમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ એર પોર્ટ પર ભાગદોડ મચ્યાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ અફઘાનિસ્તાનમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. આજે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવામાં આવી છે. જેની અધ્યક્ષતા ભારત કરશે.

રવિવારે કાબૂલ પર તાલિબાનિયોના કબ્જા બાદ હવે સમાચાર મળ્યા છે કે રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને જઈ ચૂક્યા છે. આ બાદ કાબૂલ એરપોર્ટ પર દેશ છોડીને જનારાની ભીડ લાગી છે. હવાઈ મથક જનારા રોડ પર ભીડ જોવા મળી છે.

અફઘાનની ખરાબ થઈ રહેલી સ્થિતિ પર ચર્ચા માટે સોમવારે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ભારતની અધ્યક્ષતામાં બેઠક બોલાવી છે. ભારતની અધ્યક્ષતામાં અફઘાનિસ્તાનને લઈને પરિષદની આ બીજી બેઠક છે. એસ્ટોનિયા અને નોર્વેએની આ ઈમરજન્સી બેઠક બોલાવવાનો -સ્તાવ આપ્યો હતો. તે બેઠક સ્થાનીય સમયાનુસાર સવારે ૧૦ વાગે બોલાવી છે. બેઠકમાં યૂએન ચીફ એન્તોનિયો ગુતરેસ પરિષદને સ્થિતિથી અવગત કરાવશે.

અશરફ ગનીએ સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં કહ્યું કે લોહીની નદીઓ ન વહે તે માટે, મેં વિચાર્યું કે દેશની બહાર જવું વધારે યોગ્ય છે. તાલિબાનો તલવારો અને બંદૂકોથી જીતી ગયા છે અને હવે તેઓ દેશવાસીઓના સન્માન, સંપત્તિ અને આત્મસન્માનની સુરક્ષા માટે જવાબદાર રહેશે. ઇતિહાસે આવી શકિતઓને ક્યારેય અપનાવી નથી.

(3:40 pm IST)