Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

ભારત પાકિસ્તાન વિવાદ એ બંને દેશોની આંતરિક સમસ્યા છે : તાલિબાન તેમાં કોઈ જ ભૂમિકા નહીં ભજવે : તાલિબાન ભારત સાથે સારા સબંધો ઈચ્છે છે : કોઈએ દેશ છોડીને જવાની જરૂર નથી : તાલિબાની પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદ

ન્યુદિલ્હી : અફઘાનિસ્તાનમાં વ્યાપેલી દહેશત વચ્ચે તાલિબાની પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદએ જણાવ્યું છે કે ભારત પાકિસ્તાન વિવાદ એ બંને દેશોની આંતરિક સમસ્યા છે .તાલિબાન તેમાં કોઈ જ ભૂમિકા નહીં ભજવે . તાલિબાન ભારત સાથે સારા સબંધો ઈચ્છે છે . કોઈએ દેશ છોડીને જવાની જરૂર નથી

જોકે તાલિબાન જ્યારે ભારત સાથે સારા સંબંધોની વાત કરી રહ્યું છે ત્યારે તેની નિયત અંગે અનેક પ્રકારના સવાલો થાય છે . પાડોશી હોવાના નાતે ભારત હંમેશા કહેતું આવ્યું છે કે, તે અફઘાનિસ્તાનમાં લોકશાહીને સશક્ત કરવા અને શાંતિ સ્થાપિત કરવામાં મહત્વનું યોગદાન નિભાવી શકે છે. પરંતુ તાલિબાને સતત આ પહેલનો વિરોધ કર્યો છે. આ કારણે જ તાલિબાન જ્યારે ભારત સાથે સારા સંબંધોની વાત કરી રહ્યું છે ત્યારે તેની નિયત અંગે અનેક પ્રકારના સવાલો થાય છે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન તાલિબાને અફઘાનિસ્તાનના ભવિષ્ય અંગે વિસ્તારપૂર્વક વાત કરી હતી. જણાવ્યું હતું કે, તાલિબાન રાજમાં પણ મહિલાઓને ભણવા-ગણવાની તક આપવામાં આવશે. તેઓ બહાર જઈને કામ પણ કરી શકશે. બસ શરતો એ છે કે, તમામ મહિલાઓ શરિયા કાયદાનું ચુસ્તપણે પાલન કરે. સાથે જ હિજાબ ચોક્કસથી પહેરી રાખે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:49 pm IST)