Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

UIDAI એ આધારકાર્ડમાં એડ્રેસ બદલાવાના નિયમમાં ફેરફાર કર્યો

એડ્રેસ પ્રૂફ વિના સરનામું નહીં બદલી શકાય

નવી દિલ્હીઃ તા.૧૬: હવે આધારમાં એડ્રેસ પ્રૂફ વિના આધારમા એડ્રેસ અપડેટ નહીં કરાવી શકાય. અગાઉ UIDAIએ આ નિયમોમાં છૂટ આપી હતી, પરંતુ હવે UIDAIએ નિયમોમાં ફરી બદલાવ કર્યા છે. UIDAIએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે. 

UIDAIએ ટ્વિટમાં લખ્યું છે કે આ નિયમ બદલાયા બાદ હવે આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરતા પહેલાં તમારે ડોકયૂમેન્ટની લિસ્ટ ચેક કરવી પડશે અને આ ડોકયૂમેન્ટ્સની મદદથી જ તમે આધારમાં એડ્રેસ અપડેટ કરાવી શકો છો.

ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ UIDAI વેબસાઇટ પર જાઓ અને ‘‘Proceed to Update Aadhaar’ પર કિલક કરો. આ પછી તમારો ૧ર અંકનો આધાર નંબર દાખલ કરો. પછી સુરક્ષા કોડ અથવા કેપ્ચા કોડ દાખલ કરો. એ પછી સેન્ડ ઓટીપી ઓપ્શન સિલેકટ કરો. તમારા આધાર સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે, તે દાખલ કરો. પછી લોગિન પર કિલક કરો. લોગિન કરતી વખતે તમારા આધારની ડિટેલ્સ સ્ક્રીન પર દેખાશે. પછી તેમાં સરનામું બદલી ગો કિલક કરો અને આપેલા ૩ર દસ્તાવેજોમાંથી કોઈપણ એકની સ્કેન કરેલી કોપી અપલોડ કરો અને સબમિટ કરો.જયારે ઓફલાઈન અરજી માટે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈને આધાર કાર્ડ અપડેટ ફોર્મ ભરો. ફોર્મ સબમિટ કરો અને વેરિફિકેશન માટે તમારા બાયોમેટ્રિકસ આપો. કર્મચારી તમને એક રિસીપ્ટ આપશે, જેમાં અપડેટ રિકવેસ્ટ નંબર (URN) હશે. આ યુઆરએનનો ઉપયોગ કરીને આધાર અપડેશન સ્ટેટસ ટ્રેક કરી શકાય છે.

(1:30 pm IST)