Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અફઘાનિસ્તાનનો એર સ્પેસ બંધ થતાં એર ઈન્ડિયાનો નિર્ણય :કાબુલની ફ્લાઇટ કેન્સલ

નાગરિકો અને કર્મચારીઓનું રેસ્ક્યૂ કરવા જવાનું હતું ખાસ વિમાન

નવી દિલ્હી :  કાબુલ હવાઈ મથકથી પર તમામ પ્રકારની ફ્લાઈટ્સ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી પ્રમાણે અફઘાનિસ્તાન જવા રવાના થનારી એર ઈન્ડિયાની ફ્લાઈટ પણ સ્થિતિ વણસતા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારત અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલથી પોતાના નાગરિકો અને કર્મચારીઓને રેસ્ક્યૂ કરવા માટે આજે 12.30 વાગે એક સ્પેશિયલ વિમાન મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જો કે, પરિસ્થિતિ વધુ બેકાબૂ બનતા તાત્કાલિક અસરથી ફ્લાઈટ રદ્દ કરવાનો AI દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે 

(1:11 pm IST)