Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

પેગાસસ જાસૂસીના આરોપોની તપાસ માટે કમિટી બનશે : કેન્દ્ર સરકારે આપી સુપ્રિમકોર્ટને જાણકારી

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે પેગાસસ સાથે જાસૂસીના આરોપોને પણ નકાર્યા

નવી દિલ્હી :  પેગાસસ જાસૂસી કેસની તપાસ હવે કમિટી દ્વારા કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આ વિશે જાણકારી આપી છે.સાથોસાથ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે પેગાસસ સાથે જાસૂસીના આરોપોને પણ નકાર્યા.

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર તરફથી બે પેજનુ એફિડેવિટ દાખલ કરવામાં આવ્યુ છે. સોગંદનામા અનુસાર સરકાર વિશેષજ્ઞોની એક કમિટી બનાવશે જે આ પેગાસસ વિવાદની તપાસ કરશે.

 પેગાસસ કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટમાં કેન્દ્ર સરકારે તેની પર લાગેલા તમામ આરોપોને નકાર્યા. કેન્દ્રએ આજે પેગાસસ કેસ પર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ પણ દાખલ કરી. આ બે પેજનુ હતુ. કેન્દ્રએ કહ્યુ કે તેમના તરફથી કોઈ જાસૂસી અથવા ગેરકાયદે નજર કરવામાં આવી નથી.

સોગંદનામામાં સરકારે વરિષ્ઠ પત્રકાર એન રામ અને અન્ય અરજીકર્તાઓના લગાવેલા તમામ આરોપોને નકાર્યા છે. તેમની અરજીમાં આરોપ હતો કે સૈનિક પ્રયોગના આ સોફ્ટવેરનો ઉપયોગ સરકારે પત્રકાર, રાજનેતાઓ, એક્ટિવિસ્ટ, નોકરશાહ અને ન્યાયપાલિકા સાથે જોડાયેલા લોકોની જાસૂસી માટે કર્યો હતો .

અગાઉ 10 ઓગસ્ટે મુદ્દા માટે સુનાવણી થઈ હતી ત્યારે સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર તપાસની વિનંતી કરનાર કેટલાક અરજી કર્તાઓ દ્વારા સોશ્યલ મીડિયા પર સમાંતર કાર્યવાહી અને ચર્ચા પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યુ હતુ કે અનુશાસન અને ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ હોવો જોઈએ.

(1:08 pm IST)