Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

ગોવામાં ૨૩ ઓગસ્‍ટ સુધી લંબાવામાં આવ્‍યું કરફયુ

રાજયમાં પ્રવેશતા લોકો, ખાસ કરીને કેરળથી આવતા લોકો માટે RT-PCR નેગેટિવ ટેસ્‍ટનો રિપોર્ટ લેવો ફરજિયાત છે

પણજી, તા.૧૬: ગોવા સરકાર કોરોના સંક્રમણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે રાજયમાં ૨૩ ઓગસ્‍ટ સુધી કરફ્‌યુ લંબાવ્‍યું છે. કોરોનાની બીજી લહેર બાદ વધતાં જતાં કોરોનાના કેસને ધ્‍યાનમાં રાખીને પહેલી વાર ૯ મેના કરફ્‌યુ લાદવામાં આવ્‍યું હતું. ત્‍યારથી આને કેટલીય વાર વધારવામાં આવી રહ્યું છે. જો કે સરકારે આ દરમ્‍યાન લોકોને અને ધંધાર્થીઓને કેટલીય પ્રકારની છૂટ-છાટ આપી છે.
મુખ્‍ય મંત્રી પ્રમોદ સાવંતે રવિવારે કરફ્‌યુને ૨૩ ઓગસ્‍ટ સુધી વધારવાની જાણકારી આપી. ગોવામાં શનિવારે કોરોના વાયરસના ૮૮ નવા કેસ આવ્‍યા અને સામે ૧૨૦ લોકો સાજા પણ થયા.
શનિવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, રાજયમાં દિવસ દરમિયાન મૃત્‍યુનો એક પણ કેસ નોંધાયો નથી, જેથી મૃત્‍યુઆંક ૩,૧૬૮ થયો છે, એમ આરોગ્‍ય વિભાગના અધિકારીએ જણાવ્‍યું હતું. તે જ સમયે, કફ્‌ર્યુમાં વધારો થતાં, દક્ષિણ ગોવા જિલ્લા વહીવટીતંત્રે સોમવારે રાજયમાં કોરોના વાયરસ કફ્‌ર્યુ સંબંધિત વિગતવાર માર્ગદર્શિકા જારી કરી છે.
માર્ગદર્શિકા મુજબ, રાજયમાં જાહેર કાર્યક્રમોની સંખ્‍યા ૨૩ ઓગસ્‍ટ સુધી મર્યાદિત રહેશે. ૫૦ ટકા લોકો લગ્ન જેવા જાહેર કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. તે જ સમયે, સરકારી કચેરીમાં સામાન્‍ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ હજુ પણ ચાલુ છે.
આદેશમાં કહેવામાં આવ્‍યું છે કે રાજયમાં તમામ કોરોનાવાયરસ સંબંધિત પ્રતિબંધો ચાલુ રહેશે અને કોઈ નવી છૂટ આપવામાં આવી નથી.જિલ્લા વહીવટીતંત્રે સિનેમા હોલ, કેસિનો, ક્રુઝ, સ્‍પા અને સાપ્તાહિક બજારો સહિત અનેક સંસ્‍થાઓ પર પ્રતિબંધ મૂક્‍યો છે.
રાજયમાં પ્રવેશતા લોકો, ખાસ કરીને કેરળથી આવતા લોકો માટે RT-PCR નેગેટિવ ટેસ્‍ટનો રિપોર્ટ લેવો ફરજિયાત છે. આ સિવાય રાજય સરકારે નિર્દેશ આપ્‍યો છે કે સમગ્ર રાજયમાં મહત્તમ સંખ્‍યામાં તપાસ હાથ ધરવામાં આવે. RTPCR ટેસ્‍ટમાં વધુ વધારો. વધુ તપાસ કરવામાં આવશે, કોરોના ચેપના કેસો શોધી કાવામાં આવશે.

 

(12:23 pm IST)