Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

Jio યૂઝર્સને ૨૯૯માં પડશે ૩૯૯ રૂપિયાવાળુ રિચાર્જ : મળશે ૧૦૦ રૂપિયાનું કેશબેક

જિયો યુઝર્સ માટે આ મહિનાના અંત સુધી એક સારી ઓફર

મુંબઇ તા. ૧૬ : શું તમે મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્‍સ જિયોના યૂઝર છો? દરેક વખતે ૩૯૯ રૂપિયા અથવા તેનાથી વધારેવાળા કોઈ જિયો પ્રી-પેઈડ પ્‍લાનનું રિચાર્જ કરાવો છો? પરંતુ મોંઘવારી સમયમાં કોઈ કેશબેક પણ નથી આપતું? તો અહીંયા અમે તમને એક જબરદસ્‍ત રિચાર્જ ઓફર વિશે જાણકારી આપવાના છીએ. ઓફર વિશે વિસ્‍તૃતમાં જાણો સાથે જ આ ઓફર ક્‍યાં સુધી ઉપલબ્‍ધ છે તે પણ જોઈ લો.
જિયોની ઓફિશ્‍યલ વેબસાઈટ પર જિયો ડોટ કોમ પર સૌથી નીચેની તરફ તમને પાર્ટનર ઓફર્સ લખેલું દેખાશે. જેવા તમે તેના પર ક્‍લિક કરશો તો સૌથી ઉપર બ્રાંડ પાર્ટનર, રિટેલ પાર્ટનરની સાથે રિચાર્જ પાર્ટનર પણ લખેલું આવશે, તેના પર ક્‍લિક કરો.
રિલાયન્‍સ જિયોની ઓફિશ્‍યલ વેબસાઈટ પર લિસ્‍ટ કરવામાં આવેલી ઓફર પ્રમાણે, જો કોઈ પણ જિયો યૂઝર પોતાના નંબરથી ૩૯૯ રૂપિયા અથવા તેનાથી વધારેનું રિચાર્જ કરાવે છે તો તેને ૧૦૦ રૂપિયાનું ફલેટ કેશબેક મળશે. તેથી, જોવા જઈએ તો ૩૯૯નું રિચાર્જ ૨૯૯ રૂપિયામાં પડશે.
તમને કેશબેક ત્‍યારે જ મળશે તો તમે માય જિયો એપ અથવા જિયો ડોટ કોમ પર રિચાર્જ કરતી વખતે Mobikwik દ્વારા પેમેન્‍ટ કરશો. પરંતુ અહીંયા ધ્‍યાન દોરવાની વાત એ છે કે, આ એક લિમિટેડ પીરિયડ ઓફર છે. કંપનીની વેબસાઈટની જાણકારી પ્રમાણે, ઓફર ૧ ઓગસ્‍ટથી ૩૧ ઓગસ્‍ટ માટે છે અને આ ઓફરનો ફાયદો માત્ર એકવાર ઉઠાવી શકો છો. રિચાર્જ ઓફર નવા Mobikwik યૂઝર માટે જ છે.

 

(12:15 pm IST)