Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

રશિયામાં કોરોનાના ડેલ્‍ટા વર્ઝને ચિંતા વધારીઃ સતત ચોથા દિવસે ૮૦૦થી વધુના મોત

ચીન સહિતના દેશોમાં ડેલ્‍ટા વર્ઝનના કારણે હાહાકાર મચ્‍યો છે

મોસ્‍કો તા. ૧૬ : કોરોના વાયરસનો ઘટાડો થયો છે, પરંતુ ડેલ્‍ટા વર્ઝનના કારણે હવે કોરોનાની ચિંતા વધી રહી છે. ભારતની જેમ ચીન, અમેરિકા બાદ હવે રશિયામાં પણ ડેલ્‍ટા વર્ઝનને લઈને ચિંતા વધી રહી છે. રશિયામાં નવા કેસમાં ઘટાડો થયા પછી સતત ચોથા દિવસે ૮૦૦થી વધારે લોકોનાં મોત થવાથી ઘટનાએ ચિંતા વધી દીધી છે.
અહીં ગુરૂવારે કોરોનાના લીધે ૮૦૦થી વધારે લોકોના મોત થયા બાદ ક્રમશઃ રવિવાર સુધી મૃત્‍યુઆંકે ૮૦૦નો આંકડો પાર કર્યો છે. આવામાં કોરોનાએ ફરી એકવાર રશિયામાં માહોલ તંગ બનાવ્‍યો છે. સ્‍થિતિ જે પ્રમાણે કપરી બની રહી છે તેને કાબૂમાં લેવાના પ્રયાસો પર કામગીરી કરવામાં આવી રહી છે.
રવિવારે અહીં ૮૧૬ લોકોના કોરોનાના લીધે મોત થઈ ગયા છે. જે પ્રકારે ડેલ્‍ટા વર્ઝન અહીં નાગરિકોને સંક્રમિત કરી રહ્યો છે તેની સાથે સ્‍થિતિ બેકાબૂ બનતી જઈ રહી છે. નવા કેસમાં ઝડપથી જે વધારો નોંધાયો છે તેની અસર મૃત્‍યુઆંક પર પણ પડી રહી છે. આવામાં રશિયામાં કોરોનાને ફેલાતો અટકાવવો જરૂરી બન્‍યો છે. ચીનમાં પણ કોરોના પર કાબૂ આવ્‍યા બાદ ડેલ્‍ટા વર્ઝને ચિંતા વધારી હતી, આ પછી જરૂરી પગલા ભરવાનું શરુ કરવામાં આવ્‍યું છે.
રશિયામાં કોરોનાના નવા કેસમાં ઝડપથી વધારો થયો છે. ડેલ્‍ટા વર્ઝન એકથી બીજી વ્‍યક્‍તિ સુધી ઝડપથી ફેલાય છે. દેશમાં જૂનની શરુઆતમાં એક દિવસમાં લગભગ ૯,૦૦૦ નવા કેસ સામે આવ્‍યા હતા, જે મધ્‍ય જુલાઈ સુધી વધીને ૨૫,૦૦૦ સુધી પહોંચી ગયા છે.
ભારતમાં પણ બીજી લહેર ખતમ થયા બાદ કોરોનાના નવા કેસમાં સતત ઉતાર-ચઢાવ નોંધાઈ રહ્યા છે. નવા કેસ અમુક દિવસો સુધી ૪૦ને પાર કર્યા બાદ તેમાં ફરી ઘટાડો થાય છે, જોકે, ફરી પાછો તેમાં વધારો થઈ જાય છે.

 

(12:14 pm IST)